બાઝીગર ના છોડી હોત તો શાહરુખને બંગલો ના મળત, સલમાનનું નિવેદન ચર્ચામાં, કારણ ‘ઈંશાઅલ્લાહ'

મસ્તીભર્યા અંદાજમાં સલમાને કહ્યુ હતુ કે જો મે બાઝીગર કરી હોત તો બેંડસ્ટેન્ડ પર આજે મન્નત ના હોત.

સલમાન હાલમાં સંજય લીલા ભણશાળીની ઈંશાઅલ્લાહ માટે ચર્ચામાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સલમાન બાદ ભણશાળી આ ફિલ્મ રણવીર સિંહને આપી શકે છે. પરંતુ હવે એ સામે આવી રહ્યુ છે કે સલમાન ખાનની જગ્યા શાહરુખ ખાન લેવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરુખ અને ભણશાળી લાંબા સમયથી સાથે કામ કરવા ઈચ્છતા હતા. હાલમાં શાહરુખ પણ કોઈ ખાસ પ્રોજેક્ટ સાથે કમબેકની તૈયારીમાં છે. જો કે શાહરુખ એક્શન ફિલ્મ કરવા ઈચ્છે છે.

સલમાનનું આ નિવેદન ચર્ચામાં

સલમાનનું આ નિવેદન ચર્ચામાં

ઈંશાઅલ્લાહ રોમેન્ટીક ફિલ્મ કહેવાઈ રહી છે. ભણશાળી સાથે સુપરહીટની ગેરેન્ટી હોય છે એવામાં શાહરુખ આ પ્રોજેક્ટ માટે હામી ભરી શકે છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ અધિકૃત માહિતી આવી નથી. પરંતુ સલમાનનું આ નિવેદન ચર્ચામાં આવી ગયુ છે.

ફરીથી સલમાનની રિજેક્ટ ફિલ્મ

ફરીથી સલમાનની રિજેક્ટ ફિલ્મ

જો શાહરુખ આ પ્રોજેક્ટ કરશે તો એક વાર ફરીથી તે સલમાનની રિજેક્ટ થયેલી ફિલ્મનો હિસ્સો બની શકે છે. ઘણા વર્ષો પહેલા સલમાને બાઝીગર કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ શાહરુખે પોતે આ ફિલ્મ સાથે જોડાઈને પોતાને સુપરહિટ સ્ટાર્સની યાદીમાં જોડ્યા હતા.

બાઝીગરને સલમાને કરી યાદ

બાઝીગરને સલમાને કરી યાદ

અમુક વર્ષો પહેલા સલમાનના બાઝીગર છોડવા પર એક વેબસાઈટે સલમાન સાથે વાત કરી હતી. સલમાને કહ્યુ હતુ કે હા, મે બાઝીગરને ઠુકરાવી હતી. આ ફિલ્મની કહાની સાંભળ્યા બાદ મે પિતા સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે આ નેગેટીવ ભૂમિકા છે તો માનો ઈમોશનલ એંગલ હોવો જરૂરી છે.

મને એ વસ્તુનો કોઈ અફસોસ નથી

મને એ વસ્તુનો કોઈ અફસોસ નથી

સલમાને આગળ કહ્યુ કે મારી વાત મેકર્સે ન માની. મારા ના પાડવા છતાં તે શાહરુખ પાસે ગયા. શાહરુખે ફિલ્મ માટે હામી ભરી અને માનો એંગલ પણ ઉપયોગ કર્યો. મને આના માટે કોઈ અફસોસ નથી.

બેંડસ્ટેન્ડ પર આજે મન્નત ન હોત

બેંડસ્ટેન્ડ પર આજે મન્નત ન હોત

ત્યારબાદ પોતાના મસ્તીભર્યા અંદાજમાં સલમાને કહ્યુ હતુ કે જો મે બાઝીગર કરી હોત તો બેંડસ્ટેન્ડ પર આજે મન્નત ના હોત. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે કોઈ ફિલ્મ કે જે સલમાનના ના પાડ્યા બાદ શાહરુખની કેરિયર માટે સુપરહિટ સાબિત થઈ છે.

આ બંને ફિલ્મો પણ કરી ચૂક્યા છે સલમાન રિજેક્ટ

આ બંને ફિલ્મો પણ કરી ચૂક્યા છે સલમાન રિજેક્ટ

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને ‘કલ હો ના હો' ને પણ સલમાન ખાન રિજેક્ટ કરી ચૂક્યા છે. કલ હો ના હોમાં સલમાન સહ કલાકારની ભૂમિકા નિભાવવા નહોતા ઈચ્છતા. દિલવાલે દુલ્હનિયામાં તે લવર બૉયમાં પોતાને ફિટ નહોતા માનતા.

જોશ અને ચક દે ઈન્ડિયા પણ

જોશ અને ચક દે ઈન્ડિયા પણ

જોશ અને ચક દે ઈન્ડિયા પણ શાહરુખના કેરિયરની બેસ્ટ ફિલ્મોમાંથી છે. રિપોર્ટ અનુસાર આ બંને ફિલ્મો પણ પહેલા સલમાનને મળી હતી. જોશમાં સલમાન ઐશ્વર્યાના ભાઈની ભૂમિકા નહોતા કરવા ઈચ્છતા. વળી, ચક દે ઈન્ડિયા બિઝી શિડ્યુલના કારણે સલમાન ન કરી શક્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X