For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામે આવ્યા સૈફ અલી ખાનના આલીશાન પટોડી પેલેસના ફોટા, કિંમત જાણીને ચોંકી જશો

સૈફ અને કરીનાએ પટોડી પેલેસના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા.

|
Google Oneindia Gujarati News

અભિનેતા સૈફ અલી કાન હાલમાં જ પોતાની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર સાથે વેલેન્ટાઈન્સ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે પોતાના પૈતૃક ગામ ઈબ્રાહીમ પેલેસ પહોંચ્યા હતા. તેમની સાથે તેમનો નાનો પુત્ર તૈમૂર પણ સાથે હતો. સૈફ અને કરીનાએ પટોડી પેલેસના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. હાલમાં જ સૈફના ઈબ્રાહીમ પેલેસની અંદરના ફોટા સામે આવ્યા છે. આ ફોટો જોઈને અંદાજો લગાવી શકાય છે કે સૈફનો આ પૈતૃક મહેલ કેટલો આલીશાન છે. હાલમાં જ સૈફે આનું રિનોવેશન કરાવ્યુ હતુ.

પટોડી પેલેસનું નિર્માણ 1935માં થયુ

પટોડી પેલેસનું નિર્માણ 1935માં થયુ

હરિયાણાના ગુડગાંવથી 26 કિલોમીટર દૂર પટોડીમાં બનેલો આ સફેદ મહેલ પટોડી પરિવારની નિશાની છે. આ પરિવારનો ઈતિહાસ આમ તો 200 વર્ષથી પણ વધુ જૂનો છે પરંતુ આ મહેલને બન્યાને હજુ 80 વર્ષ જ થયા છે. પટોડી પેલેસનું નિર્માણ 1935માં 8માં નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ઈફ્તિખાર અલી હુસેન સિદ્દીકીએ કરાવ્યુ હતુ.

મહેલની કિંમત કુલ 800 કરોડ રૂપિયાથી વધુ

મહેલની કિંમત કુલ 800 કરોડ રૂપિયાથી વધુ

તેમના પુત્ર અને 9માં નવાબ મનસૂર અલી ઉર્ફે નવાબ પટોડીએ વિદેશી આર્કિટેક્ટની મદદથી આનું રિનોવેશન કરાવ્યુ હતુ. નવાબ અલીના બાળપણમાં સાત-આઠ નોકર માત્ર તેમની દેખરેખમાં લાગ્યા રહેતા હતા. આ પેલેસમાં ઘણા મોટા ગ્રાઉન્ડ, ગેરેજ અને ઘોડાના તબેલા છે. તમને જણાવી દઈએ કે મહેલની કિંમત કુલ 800 કરોડ રૂપિયાથી વધુ છે.

પેલેસમાં જ છે નવાબ પટોડીની કબર

પેલેસમાં જ છે નવાબ પટોડીની કબર

હાલમાં જ નવાબ અલીના પુત્ર અને 10માં નવાબ સૈફ અલી ખાને પટોડી પેલેસનું રિનોવેશન કરાવ્યુ હતુ. મનસૂર અલી ઉર્ફે નવાબ પટોડીના મૃત્યુ બાદ તેમને મહેલ પરિસરમાં જ દફનાવવામાં આવ્યા. તેમના અન્ય પૂર્વજોની કબર પણ અહીં આસપાસ છે.

પટોડી મહેલની અંદર

પટોડી મહેલની અંદર

હાલમાં જ સૈફ ગુરુગ્રામ સ્થિત પટોડી પેલેસમાં જોવા મળ્યા હતા. આ પોટા પટોડી મહેલની અંદરના છે. આ ફોટામાં સૈફ પોતાના મહેલમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

સામાન્ય લોકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા સૈફ

સામાન્ય લોકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા સૈફ

ફોટામાં જોઈ શકાય છે કે તેમનો આ મહેલ કેટલો આલીશાન છે. આ સાથે સૈફના અમુક ફોટા સામે આવ્યા છે જેમાં તે પોતાના વિસ્તારના સામાન્ય લોકો સાથે ક્રિકેટ રમી રહ્યા છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: છાત્રોને લોભાવવા માટે કોંગ્રેસે ખેલ્યો મોટો દાવઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: છાત્રોને લોભાવવા માટે કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ

English summary
inside photos of saif ali khan and kareena kapoor khan's pataudi mahal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X