Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આમિર ખાન અને કિરણ વચ્ચે અચાનક એવુ શું થયુ કે તોડવો પડ્યો 15 વર્ષ જૂનો સંબંધ?

એક સવાલ સૌના મનમાં છે કે છેવટે એ શું કારણ હતુ કે બંનેએ ડિવૉર્સ લેવા પડ્યા? જાણો અહીં.

મુંબઈઃ બૉલિવુડથી શનિવારે સવારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા જ્યાં સુપરસ્ટાર આમિર ખાન અને કિરણ રાવે પોતાના 15 વર્ષ જૂના સંબંધને ખતમ કરી દીધો. આ સાથે જ બંનેએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યુ જેમાં તેમના તરફથી એલાન કરવામાં આવ્યુ કે હવે તેમના રસ્તા અલગ છે. આ સમાચાર સાંભળીને તેમના ફેન્સના હોશ ઉડી ગયા કારણકે તેમને બૉલિવુડમાં સુપર ક્યુટ બૉન્ડિંગ માટે ઓળખવામાં આવતા હતા પરંતુ એક સવાલ હજુ પણ સૌના મનમાં છે કે છેવટે એ શું કારણ હતુ કે બંનેએ ડિવૉર્સ લેવા પડ્યા.

કિરણે આપી હતી હિંટ

કિરણે આપી હતી હિંટ

જો કે આમિર અને કિરણ વચ્ચે અનબનના સમાચારો પહેલેથી જ આવી રહ્યા હતા. આ સમાચારને વધુ બળ ત્યારે મળ્યુ જ્યારે ફેમસ શો 'કૉફી વિથ કરણ'ની ચોથી સિઝનમાં કિરણ રાવે ઘણા ખુલાસા કર્યા. આ દરમિયાન તેણે કહ્યુ કે જ્યારે તે રીના દત્તાથી અલગ થયા હતા તો માટે તેમની જિંદગીમાં ફિટ થવુ બહુ મોટો પડકાર હતો. આમિર જેવા પતિ સાથે રહેવુ મુશ્કેલ હોઈ શકે છે કારણકે તે બહુ જ અલગ છે. તેમનો પાર્ટીનો શોખ નથી, ના તે લાઉડ મ્યુઝિક સાંભળવાનુ પસંદ કરે છે. કિરણના જણાવ્યા મુજબ લોકો માને છે કે આમિર બહુ ગંભીર વ્યક્તિ છે પરંતુ આ ધારણા ખોટી છે તે એક ખુશમિજાજ વ્યક્તિ છે.

આમિરે કહી હતી આ વાત

આમિરે કહી હતી આ વાત

આમિરે પણ પોતાના અંગત જીવન માટે એક ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા હતા. એ દરમિયાન તેણે કહ્યુ કે કિરણે ગુસ્સામાં આવીને તેને એવુ કંઈક કહી દીધુ હતુ કે તે પછી તે પૂરા બદલાઈ ગયા. ત્યારે કિરણે કહ્યુ હતુ કે તે વાસ્તવમાં કોઈની પરવા નથી કરતા. લાગે છે કે અમે(પરિવારના લોકો) તમારા માટે છે જ નહિ. અમે તમારી સીમામાં નથી આવતા. ભલે તમે અમારી સાથે હોય, તમારુ મન ક્યાંક બીજે જ લાગેલુ રહે છે.

મતભેદો ન ઘટ્યા

મતભેદો ન ઘટ્યા

સૂત્રો મુજબ બંનેમાં ઘણા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા. શરૂઆતમાં તેમણે બંને વચ્ચેના બધા વિવાદો દૂર કરવાની કોશિશ કરી જેમાં તે સફળ થયા નહિ. ત્યારબાદ તેમણે ડિવૉર્સ લેવાનો નિર્ણય કર્યો. જો કે આમિર ખાન અને કિરણે સ્પષ્ટ કર્યુ છે કે ભલે તે ડિવૉર્સ લઈ રહ્યા હોય પરંતુ જ્યારે પણ યોગ્ય મોકો આવશે ત્યારે તે સાથે કામ કરશે. આ ઉપરાંત પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજનાઓમાં પ્રોફેશનલ ભાગીદારી ચાલુ રાખશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X