Pics : જુઓ વર્ષ 2012ની ટૉપ ટેન બૉલીવુડ ગૉસિપ
મુંબઈ, 31 ડિસેમ્બર : બૉલીવુડ અને ગૉસિપનો કાયમી સંગાથ રહ્યો છે. સૌ બૉલીવુડ હસ્તીઓ સાથે જોડાયેલ મસાલેદાર અને ચટપટી ગૉસિપ સાંભળવા માંગે છે. ક્યારે, કોનો, કોની સાથે અફૅર થયો, બ્રેકઅપ થયું કે કોણે કોને કિસ કરી. કોણ કોના ઘરે ગયું. આ પ્રકારની વાતો દરેક માટે મનોરંજક હોય છે અને દરેકને જાણવામાં રસ હોય છે.
વર્ષ 2012ની સૌથી વધુ ચર્ચામાં રહેલી અફવાઓમાંની એક છે કિંગ ખાન શાહરુખ ખાન અને ટાઇગર સલમાન ખાન વચ્ચે પૅચઅપ. પહેલાં એમ કહેવાયું કે કૅટરીના કફ આ બંને વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, કારણ કે તેમના વચ્ચે આવેલ અંતરના કારણોમાં એક તેઓ પણ છે. પછી એમ કહેવાયું કે શાહરુખ-સલમાન વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનની પ્રીમિયર પાર્ટીમાં બંને એક-બીજા સાથે ડાંસ કરતાં પણ દેખાયાં, પરંતુ અફસોસ એવું કંઇ થયું નહોતું. બંને વાતે માત્ર વાર્તાઓ નિકળી.
ચાલો આપણે તસવીરો વડે જાણીએ વર્ષ 2012ની ટૉપ ટેન બૉલીવુડ ગૉસિપ.

ટૉપ ટેન ગૉસિપ
શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે પૅચઅપની અફવા સાંભળી તેમના ફૅન્સ ખૂબ ખુશ હતાં, પરંતુ આ વાત સાચે જ અફવા સાબિત થઈ.

ટૉપ ટેન ગૉસિપ
ઐશ્વર્યા રાય બીજી વાર સગર્ભા બનવાના સમાચાર પણ ચર્ચામાં રહ્યાં, પરંતુ હવે તો સૌ જાણી જ ચુક્યાં છે કે હકીકત શું છે.

ટૉપ ટેન ગૉસિપ
એક થા ટાઇગરના શુટિંગ દરમિયાન સમાચાર આવ્યાં કે સલમાન ખાન અને કૅટરીના કૈફ એક-બીજા સાથે રોમાંસ કરી રહ્યાં છે, પરંતુ ફિલ્મ ખતમ થતાં જ આ સમાચાર અફવા સાબિત થયાં.

ટૉપ ટેન ગૉસિપ
કરીના કપૂર સગર્ભા થવાનાં સમાચાર પણ અફવા સાબિત થયાં. સૌને ખબર પડી ગઈ કે આ માત્ર એક ફિલ્મના દૃશ્ય માટેની તૈયારી હતી.

ટૉપ ટેન ગૉસિપ
આમિર ખાનની સસ્પેંસ થ્રિલર તલાશ ફિલ્મ અંગે અફવા ફેલાવાઈ કે આમિર જ તેમાં કાતિલ છે, પરંતુ એવું નહોતું.

ટૉપ ટેન ગૉસિપ
કહેવાયું કે યે જવાની હૈ દીવાની ફિલ્મના સેટ પર રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે વચ્ચે ફરી રોમાંસ શરૂ થયો હતો, પરંતુ આ વાત ખોટી સાબિત થઈ.

ટૉપ ટેન ગૉસિપ
સમાચાર વહેતા થયા કે રણવીર સિંહે સોનાક્ષી સિન્હા માટે અનુષ્કા શર્માનો સાથ છોડી દીધો. વાતમાં કોઈ દમ નહોતું.

ટૉપ ટેન ગૉસિપ
ઐશ્વર્યા રાય અંગે સમાચાર આવ્યાં કે ઐશ શાહરુખ ખાન સાથે ફિલ્મ બાજીરાવ મસ્તાની દ્વારા બૉલીવુડમાં કમબૅક કરશે, પરંતુ હજુય આપણે ઐશના કમબૅકની રાહ જોઈ રહ્યાં છીએ.

ટૉપ ટેન ગૉસિપ
અફવા વહેતી થઈ હતી કે હૃતિક રોશને પ્રિયંકા ચોપરાને અગ્નિપથ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં આમંત્રિત નહોતા કર્યાં, કારણ કે તેઓ બંને વચ્ચે નારાજગી હતી, પરંતુ આ વાત અફવા સાબિત થઈ. બંને હવે કૃષ 3માં સાથે કામ કરી રહ્યાં છે.

ટૉપ ટેન ગૉસિપ
દરમિયાન જાણવા મળ્યું કે સલમાન પોતાના પૂર્વ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણી ફરી એક-બીજાની નજીક આવી રહ્યાં છીએ. પછી એમ પણ કહેવાયું કે તેઓ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી સાથે ડેટિંગ કરી રહ્યાં છે, પરંતુ આ તમામ સમાચારો અફવા સાબિત થઈ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
