બ્રેક અપ બાદ પિતા આમિર ખાનના ફિટનેસ કોચને ડેટ કરી રહી છે ઈરા ખાન

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરા ફિટનેસ કોચ નુપુર શિખારેને ડેટ કરી રહી છે.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા આમિર ખાનની દીકરી ઈરા ખાન છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છવાયેલી છે. હાલમાં જ તેણે પોતાના ડિપ્રેશનમાં હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ ઈરાએ એ પણ કહ્યુ હતુ કે તે યૌન શોષણનો શિકાર થઈ ચૂકી છે. આના પર લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. હવે એક વાર ફરીથી ઈરા ચર્ચામાં છે. વાસ્તવમાં ઈરા ખાને ક્યારેય પોતાની ડેટિંગ લાઈફને દુનિયાથી છૂપાવી નથી. ઈરાનુ ગયા વર્ષે 2019માં મિશાલ કૃપલાની સાથે બ્રેકઅપ થઈ ગયુ હતુ. હવે લેટેસ્ટ સમાચારમાં ઈરાને પોતાનો નવો પ્રેમ મળી ગયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરા ફિટનેસ કોચ નુપુર શિખારેને ડેટ કરી રહી છે.

આમિર ખાનને ટ્રેન કરે છે નુપુર

આમિર ખાનને ટ્રેન કરે છે નુપુર

રિપોર્ટ્સની માનીએ તો નુપુર શિખારે ઈરાના પિતા અને અભિનેતા આમિર ખાનને ટ્રેન કરે છે. વળી, જો નુપુરના સોશિયલ મીડિયા પર નજર કરીએ તો જાણવા મળે છે કે ઈરા પણ નુપુર પાસે ટ્રેનિંગ લઈ રહી છે. એક ન્યૂઝ વેબસાઈટ મુજબ ઈરા અને નુપુર કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન એકબીજાની ઘણા નજીક આવી ગયા છે. બંને આમિર ખાનના મહાબળેશ્વર સ્થિત ફાર્મહાઉસ પર પણ રજાઓ માણી ચૂક્યા છે. બંને પોતાના નજીકના દોસ્તો સાથે લગભગ દરેક તહેવાર સાથે મનાવે છે.

ઈરા નુપુરને મા સાથે મળાવી ચૂકી છે

ઈરા નુપુરને મા સાથે મળાવી ચૂકી છે

ત્યાં સુધી કે ઈરા પોતાની મા રીના દત્તા સાથે પણ નુપુરને મળાવી ચૂકી છે. સૂત્રોની માનીએ તો ઈરા અને નુપુર એકબીજા માટે ગંભીર છે. નુપુરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અમુક ફોટા શેર કરીને લોકોને દિવાળીની શુભકામના આપી હતી. જેમાં પહેલા ફોટામાં તે ઈરા સાથે દેખાય છે. વળી, અન્ય એક ફોટામાં નુપુર પોતાની મા સાથે બેઠા છે. આ ઉપરાંત નુપુરે ઈન્સ્ટાગ્રામ પર ઈરા સાથે ઘણા અન્ય ફોટા પણ શેર કર્યા છે. કોઈમાં તે સાથે બ્રેક ફાસ્ટ કરી રહ્યા છે તો કોઈમાં સાથે ટ્રેનિંગ કરી રહ્યા છે.

પિતા સાથે સમય વિતાવી રહી છે સમય

પિતા સાથે સમય વિતાવી રહી છે સમય

તમને જણાવી દઈએ કે આમિર ખાને પોતાની પહેલી પત્ની રીના દત્તાથી બે બાળકો છે. તેમના નામ ઈરા અને જુનૈદ ખાન છે. ઈરા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. જો કે સમાચાર એ પણ છે કે ઈરા હાલમાં પોતાના પિતા આમિર ખાન સાથે સમય વિતાવી રહી છે. હાલમાં મનોજ બાજપેયી, દિલજીત દોસાંઝ અને ફાતિમા સના શેખની ફિલ્મ સૂરજ પર મંગલ ભારી રિલીઝ કરવામાં આવી તે જોવા ઈરા તેના પિતા આમિર ખાન સાથે ગઈ હતી. બંનેએ મીડિયા સામે ઘણા પોઝ પણ આપ્યા. ઈરા પિતા સાથે ખુશ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X