આમિર ખાનની દીકરી આયરા ખાન ફિયાન્સ સાથે થઈ રોમેન્ટીક, આ જોઈને ભડકી ગયા લોકો
Ira Khan: જ્યારથી આમિર ખાનની દીકરી આયરાએ તેના બૉયફ્રેન્ડ નુપુર શિખર સાથે સગાઈ કરી છે ત્યારથી તે વધુ બોલ્ડ રીતે તસવીરો શેર કરી રહી છે. આમિર અને પહેલી પત્ની રીના દત્તાની પુત્રી આયરા ખાનની કેટલીક તસવીરો ફરી સામે આવી છે જે ખૂબ જ રોમેન્ટિક છે.
આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આયરા ખાન એ સ્ટારકિડ્સમાંથી એક છે જેને સોશિયલ મીડિયા પર સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ રોમેન્ટિક તસવીરોની વાત કરીએ તો આયરાએ નૂપુર સાથે ક્યાંક બેસીને પોઝ આપ્યા છે.

લોકો તેમની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે. આ તસવીરો ખુદ આયરાએ શેર કરી છે. જો કે, આ તસવીરોમાં કંઈક એવું જોવા મળ્યું જેના પછી બંને ટ્રોલ થઈ રહ્યા છે. તમને કાઉચની નીચે જમીન પર લાઈટર અને સિગારેટનું પેકેટ દેખાશે અને લોકો આ જોઈને ગુસ્સે થઈ ગયા.
આયરાએ લખ્યું હતું, "જો તમે વિચારી રહ્યા છો કે ફોન હવામાં કેમ છે. હું પણ આશ્ચર્યમાં છું. nupur_popeye tweetuummmss, તમે શું કરો છો!?'' આ પછી, લોકો કમેન્ટ કરવા માટે કમેન્ટ સેક્શનમાં પણ આવ્યા અને એકે લખ્યું, ''બગલના વાળ તો સાફ કર ભાઈ.''
એકે લખ્યું, "કેવો લાગે છે તારો બૉયફ્રેન્ડ?" બીજાએ લખ્યું, "મેં આ તસવીર ડ્રોનથી લીધી છે." એકે કહ્યું, "ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે સિગારેટનો પ્રચાર કરો છો." એકે લખ્યુ, '' તે જમીન પર કઈ બ્રાન્ડની સિગારેટ હતી?''.
આ રીતે લોકો સિગારેટ વિશે ખરાબ વાતો કરી રહ્યા છે અને તેના પ્રચારને લઈને ગુસ્સામાં છે. આયરા અને નુપુરની વાત કરીએ તો આવનારા સમયમાં તેઓ ક્યારે લગ્ન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જુઓ ફોટો.












Click it and Unblock the Notifications
