પ્રેગ્નેન્સીની હાલતમાં કામ કરવા માટે શું ફિટ છે આલિયા ભટ્ટ? જાણો અભિનેત્રીએ શું આપ્યો જવાબ

દિલ્લીમાં ફિલ્મ ડાર્લિંગ્સના ગીત લૉન્ચ દરમિયાન આલિયાને તેની ગર્ભાવસ્થા દરમિયાન ફિલ્મના પ્રમોશનના સ્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યુ હતુ. જાણો તેણે શું જવાબ આપ્યો.

નવી દિલ્લીઃ બૉલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પોતાની આગામી ફિલ્મ ડાર્લિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રેગ્નન્ટ હોવા છતાં આલિયા ભટ્ટ ફિલ્મના પ્રમોશન માટે દરેક જગ્યાએ પહોંચી રહી છે. આલિયા ભટ્ટે તેની પ્રથમ પ્રેગ્નેન્સીમાં કામ કરવા વિશે જવાબ આપ્યો છે. રણબીર કપૂર સાથેના લગ્નના બે મહિના પછી આલિયા ભટ્ટે તેના પ્રશંસકોને તેની પ્રેગ્નન્સી વિશે માહિતી આપી હતી. મંગળવારે દિલ્લીમાં ફિલ્મ ડાર્લિંગ્સના ગીત લૉન્ચ દરમિયાન આલિયાને તેની ગર્ભાવસ્થા દરમિયાન ફિલ્મના પ્રમોશનના સ્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યુ હતુ.

'કામ મને શાંતિ આપે છે, તે મારુ જુનુન છે'

'કામ મને શાંતિ આપે છે, તે મારુ જુનુન છે'

અભિનેત્રીએ જવાબ આપ્યો કે જો તમે ફિટ અને સ્વસ્થ છો તો તમારે ગર્ભાવસ્થા દરમિયાન આરામ કરવાની જરૂર નથી. આલિયા ભટ્ટે કહ્યુ કે કામ મને શાંતિ આપે છે, અભિનય મારુ પેશન છે. આલિયા ભટ્ટે કહ્યુ કે તે મારા હૃદય, મારા આત્માને જીવંત અને ચાર્જ રાખે છે. એટલે હું 100 વર્ષની ઉંમર સુધી કામ કરીશ.

પ્રેગ્નેન્સીમાં હૉલિવુડ ફિલ્મ માટે કર્યુ શૂટિંગ

પ્રેગ્નેન્સીમાં હૉલિવુડ ફિલ્મ માટે કર્યુ શૂટિંગ

ડાર્લિંગ્સના પ્રમોશન માટે વિવિધ સ્થળોએ જવા ઉપરાંત આલિયાએ તેની ગર્ભાવસ્થા દરમિયાન તેની પ્રથમ હૉલીવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' માટે પણ શૂટ કર્યુ હતુ. આલિયા ભટ્ટે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે કેવી રીતે તેણે પ્રેગ્નન્સી દરમિયાન એક્શન ફિલ્મના શૂટિંગમાં બેલેન્સ બનાવ્યુ.

પ્રેગ્નેન્સીમાં કેવી રીતે સરળતાથી કર્યુ શૂટિંગ

પ્રેગ્નેન્સીમાં કેવી રીતે સરળતાથી કર્યુ શૂટિંગ

આલિયા ભટ્ટે કહ્યુ કે આ મારો પહેલો મોટો હૉલિવુડ પ્રોજેક્ટ છે. મારા હાથમાં ઘણુ કામ હતુ કારણ કે હું પહેલીવાર એક્શન ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. પરંતુ હું ગર્ભવતી છુ તેથી મારા માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તેમણે તેને મારા માટે ખૂબ સરળ અને ખૂબ જ આરામદાયક બનાવ્યુ. આ એવી વસ્તુ છે જે હું ક્યારેય ભૂલીશ નહિ કે મારી સાથે કેટલો સુંદર અને કેટલો સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X