શું પ્રેગ્નેન્ટ છે દેસી ગર્લ પ્રિયંકા ચોપડા? માએ જણાવ્યુ સત્ય

પ્રિયંકાનું બેબી બંપ સ્પૉટ કરાયા બાદ તેની પ્રેગ્નેન્સીના સમાચારોએ જોર પકડ્યુ છે. જો કે હવે તેની મા મધુ ચોપડાએ સત્ય જણાવ્યુ છે.

દેસી ગર્લ અને હોલિવુડ એક્ટર પ્રિયંકા ચોપડા ફરીથી એકવાર સમાચારોમાં છે. વેલેન્ટાઈન ડેના દિવસે પોતાનો એક ફોટો શેર કર્યા બાદ પ્રિયંકા ચોપડા ચર્ચામાં આવી હતી. ત્યારબાદ બી ટાઉનમાં પ્રિયંકા અને નિકના માતાપિતા બનવાની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી હતી. પ્રિયંકાએ ડિસેમ્બરમાં હોલિવુડ સિંગર નિક જોનસ સાથે જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કર્યા. હાલમાં જ પ્રિયંકા ન્યૂયોર્ક ફેશન વીકમાં Michael Korsના આઉટફિટમાં પહોંચી હતી. આ દરમિયાન અમુક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં કથિત રીતે પ્રિયંકાનું બેબી બંપ સ્પૉટ કરવામાં આવ્યુ છે. ત્યારબાદ તેની પ્રેગ્નેન્સીના સમાચારોએ જોર પકડ્યુ છે. જો કે હવે તેની મા મધુ ચોપડાએ સત્ય જણાવ્યુ છે.

તેમણે કેમેરાના એંગલને દોષી ગણાવ્યો છે

તેમણે કેમેરાના એંગલને દોષી ગણાવ્યો છે

પ્રિયંકાની પ્રેગ્નન્સીના સમાચારો પર તેમની માએ એક ઈન્ટરવ્યુમાં પોતાની વાત કહી છે. આ ઈન્ટરવ્યુમાં મધુ ચોપડાએ કહ્યુ કે, ‘પ્રિયંકાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચારોમાં કોઈ સચ્ચાઈ નથી.' તેમણે કેમેરાના એંગલને દોષી ગણાવ્યો છે. તેમણે કહ્યુ પ્રિયંકાનો આઉટફિટ સારો હતો. તેમના અમુક ફોટોમાં જ આવુ દેખાઈ રહ્યુ હતુ બાકી બધા ફોટોઝ બરાબર હતા. કેમેરાનો એંગલ બરાબર નહોતો. હાલમાં જ પ્રિયંકાએ બાળકના સવાલ પર કહ્યુ હતુ કે, ‘એ ત્યારે થશે જ્યારે થવાનુ હશે. અમે જરૂર માતાપિતા બનવા ઈચ્છીએ છીએ.'

‘મા, મને જરા શાંતિ લેવા દો'

‘મા, મને જરા શાંતિ લેવા દો'

મધુ ચોપડાએ જણાવ્યુ કે જ્યારે મે પ્રિયંકા સાથે આના વિશે ફોન પર વાત કરી તો તેણે જણાવ્યુ કે તે થાકેલી હતી એટલે સુસ્ત હાલતમાં હતી. આના કારણે કેમેરાના એંગલથી એવુ લાગી રહ્યુ હતુ કે તે પ્રેગ્નેન્ટ છે. મે પ્રિયંકાને કહ્યુ કે લોકો આવુ કહી રહ્યા છે તો તેણે સ્પષ્ટ કહ્યુ કે મને જરા શાંતિ લેવા દો. પ્રિયંકા ટૂંક સમયમાં શોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક'માં જોવા મળવાની છે. જેમાં તેની સાથે હશે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ.

ગયા વર્ષે ડિસેમ્બરમાં નિક-પ્રિયંકાએ કર્યા હતા લગ્ન

ગયા વર્ષે ડિસેમ્બરમાં નિક-પ્રિયંકાએ કર્યા હતા લગ્ન

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે 1 અને 1 ડિસેમ્બરે બે રીત રિવાજથિ જોધપુરના મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. લગ્નના ફંક્શન ત્રણ દિવસો સુધી ચાલ્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા-નિકે 3 વેડિંગ રિસેપ્શન આપ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X