Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુવી-કિમ-દીપિકાની વાર્તા છે હીરોઇન?

મુંબઈ, 20 સપ્ટેમ્બર : કરીના કપૂરની બહુપ્રતીક્ષિત ફિલ્મ હીરોઇન શુક્રવારે સિનેમા ઘરોમાં આવી રહી છે. ફિલ્મની વાર્તાને લઈને તરેહ-તરેહની વાતો થઈ રહી છે.

Kim Deepika Yuvi

કોઈ કહે છે કે ફિલ્મ હીરોઇન એકતા કપૂરની હિટ ફિલ્મ ધ ડર્ટી પિક્ચરની કૉપી છે, તો ક્યાંક એવું કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ શાહરુખ ખાન, ગૌરી ખાન અને પ્રિયંકા ચોપરાના ઝગડાની વાર્તા છે. હવે તાજા સમાચાર એ આવ્યાં છે કે ફિલ્મ હીરોઇન ક્રિકેટર યુવરાજ સિંહ, કિમ શર્મા તેમજ દીપિકા પાદુકોણેના પ્રેમ પ્રસંગ ઉપર આધારિત છે.

અંગ્રેજી વેબસાઇટ દૈનિક ભાસ્કરના જણાવ્યા મુજબ ફિલ્મમાં રણદીપ હુડા એક ક્રિકેટરના રોલમાં છે. તેમનું કેરેક્ટર ક્રિકેટર યુવરાજ સિંહને મળતો આવે છે. ફિલ્મમાં તેમની અને પ્રેમિકા વચ્ચે હીરોઇન કરીના આવી જાય છે, જેથી રણદીપ તેમજ તેમની પ્રેમિકા વચ્ચે ઝગડો થઈ જાય છે.

ફિલ્મી વિશ્લેષકોનું કહેવું છે કેહીરોઇન યુવરાજ-કિમની લોકપ્રિય પ્રેમકથા કહે છે કે જે દીપિકા પાદુકોણેની રૉંગ એન્ટ્રીને કારણે સમાપ્ત થઈ ગઈ હતી.

ખેર, હવે હીરોઇન કોની વાર્તા છે અને કોના જીવન પર આધારિત છે, તે અંગે 24 કલાકમાં ખબર પડી જ જવાની છે, જ્યારે ફિલ્મનો પ્રથમ શો છુટશે. ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકર છે, ફિલ્મમાં કરીના સાથે રણદીપ હુડા અને અર્જુન રામપાલ પણ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X