શું મલાઈકા અરોરાના લીધે અરબાઝ અને જૉર્જિયા વચ્ચે થયુ બ્રેકઅપ? સામે આવ્યુ સત્ય
Giorgia Andriani Arbaaz Khan Breakup: બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા બાદ મૉડલ જ્યૉર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝ ખાનના જીવનમાં પ્રવેશ કર્યો. બંનેએ એકબીજાને લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા હતા. અરબાઝ અને જ્યૉર્જિયા વચ્ચેનું બોન્ડિંગ જોઈને બધા વિચારવા લાગ્યા કે આ કપલ જલ્દી લગ્ન કરી લેશે. પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
જ્યૉર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન તેમના બ્રેકઅપના કારણે છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં હતા. સમાચાર આવી રહ્યા હતા કે બંને અલગ થઈ ગયા છે. પરંતુ હવે જ્યૉર્જિયાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે તે અને અરબાઝ હવે રિલેશનશિપમાં નથી. જ્યૉર્જિયાએ હવે જણાવ્યું છે કે બ્રેકઅપનું સાચું કારણ શું હતું.

એવી અટકળો પણ ચાલી રહી હતી કે જ્યૉર્જિયા અને અરબાઝ ખાનનું બ્રેકઅપ મલાઈકા અરોરાને કારણે થયું હતું. પરંતુ હવે જ્યૉર્જિયાએ તેની પાછળનું સત્ય જાહેર કર્યું છે. તેણે કહ્યું, "મલાઈકા તરફથી અમારા સંબંધોમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરવામાં આવી ન હતી. અમારા અલગ થવા પાછળ તેનુ કોઈ કારણ નહોતું.''
આ સાથે જ્યૉર્જિયાએ બ્રેકઅપનું સાચું કારણ જણાવ્યું. અભિનેત્રીએ કહ્યું, 'હું સંબંધમાં સમાન હિતોને મહત્ત્વ આપું છું, પરંતુ દુઃખની વાત એ છે કે અમારી વચ્ચે કોઈ મ્યુચ્યુઅલ ઈન્ટ્રેસ્ટ નહોતા, જે અમારા સંબંધોની તરફેણમાં ન હતું. અમારા બંનેની રુચિ પણ બિલકુલ સરખી નહોતી. અરબાઝને બેસીને ફિલ્મો અને ડૉક્યુમેન્ટ્રી જોવાનું પસંદ છે. હું ખૂબ જ અલગ છું, હું બેસી નથી શકતી. આ બાબતોને કારણે અમારા સંબંધોમાં સમસ્યાઓ ઉભી થવા લાગી હતી.'
જ્યૉર્જિયા એન્ડ્રિયાનીએ જણાવ્યું કે, 'બ્રેકઅપ બાદ પણ તેની અરબાઝ ખાન સાથે મિત્રતા છે. તેઓ અલગ થઈ ગયા હોવા છતાં, તે હજી પણ તેને યાદ કરે છે. પરંતુ હવે જ્યૉર્જિયા ક્યારેય આ સંબંધ રાખવા માંગતી નથી. કારણ કે તે હવે પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે જેથી તે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ તરીકે ના ઓળખાય.'












Click it and Unblock the Notifications
