કરોડોના દેવામાં ડુબી રહી છે પ્રિયંકા ચોપરા? છોડવુ પડ્યુ 150 કરોડનું લક્ઝરી ઘર?
બોલિવૂડથી હોલિવૂડ પહોંચેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની બોલ્ડ અદાઓ માટે ચર્ચામાં રહે છે. જો કે હવે અહેવાલો છે કે તે તેના પતિ સાથે દેવામાં ડુબી રહી છે.
આ કપલ યુએસએમાં શાનદાર લાઈફ જીવે છે અને તેની ઝલક સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે. પરંતુ આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કપલે પોતાનું ઘર ખાલી કરી દીધું છે.

દાવો કરાઈ રહ્યો છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે યુએસએમાં જ્યાં રહેતા હતા તે ઘર છોડી દીધું છે. જેની કિંમત 20 મિલિયન ડોલર છે.
માહિતી મુજબ આ ઘર માટે તેને દર મહિને 100,000 યુએસ ડોલર ચૂકવવા પડતા હતા. જે તે કરી શકે તેમ નહોતા. આથી જ નિક અને પ્રિયંકા બીજા ઘરમાં શિફ્ટ થયા છે.
જો કે હજુ સુધી આ મામલે પ્રિયંકા અને નિક તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. લક્ઝરી પ્રોપર્ટીમાં સાત બેડરૂમ, નવ બાથરૂમ, રસોડું, તાપમાન-નિયંત્રિત વાઇન રૂમ, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ, ઇન્ટિરિયર બોલિંગ એલી, હોમ થિયેટર, મનોરંજન લાઉન્જ અને સ્ટીમ શાવર સાથેનો સ્પા પણ છે. જેની તસવીરો પ્રિયંકા ચોપરા અવારનવાર શેર કરતી હતી. જો કે, અભિનેત્રીએ થોડા સમય માટે શેર કરવાનું બંધ કરી દીધું છે.
જો કે એક અહેવાલ એવો પણ છે કે, ઘરના કેટલાક ભાગમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે કપલ બીજા ઘરમાં શિફ્ટ થઈ ગયું છે. ઘરનું સમારકામ થતાં જ બંને પોતાના જૂના મકાનમાં શિફ્ટ થઈ જશે. હાલમાં પ્રિયંકા અને નિક તરફથી આ અહેવાલો પર કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
જણાવી દઈએ કે, 5 જાન્યુઆરી 2021ના રોજ પ્રિયંકા ચોપરાએ તેના નવા ઘરના ગ્રહ પ્રવેશની તસવીરો શેર કરી હતી. આ પછી પ્રિયંકા દરરોજ તેના આલીશાન ઘરના પૂલ સહિતના બગીચાના ફોટા શેર કરતી રહી છે.
જો કે છેલ્લા કેટલાક દિવસોથી તેણે એક પણ ફોટો શેર કર્યો નથી. તાજેતરમાં જ નિક જોનાસ ભારત આવ્યો હતો અને તેનો પહેલો કોન્સર્ટ મુંબઈમાં હતો.












Click it and Unblock the Notifications
