શુભમન ગિલ નહીં પણ અન્ય કોઈને ડેટ કરી રહી છે સારા તેંડુલકર?

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પોતાના ફેશન સેન્સ અને લવ લાઈફ માટે હંમેશા ચર્ચામાં રહે છે. સારા તેની ખુબસુરતી માટે ફેમસ છે.

સોશિયલ મીડિયા પર સારાની મોટી ફેન ફોલોઈંગ છે. હાલમાં જ સારા ફેશન સ્ટાઇલિસ્ટ ઓરહાન અવત્રામણી સાથે જોવા મળી હતી, જેનાથી શુભમન ગિલના પ્રશંસકોમાં નારાજગી ફેલાઈ છે.

Sara Tendulkar

શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે ડેટિંગની અફવાઓ વચ્ચે સારા અને ઓરીની કેટલીક તસવીરો ચર્ચાનો વિષય બની છે. ફોટોમાં સારા અને ઓરી ખૂબ નજીક દેખાઈ રહ્યા છે, જેનાથી તેમના સંબંધો અંગે અનેક અટકળો શરૂ થઈ છે.

સારા તેંડુલકરનું નામ વારંવાર યુવા ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં તેના કથિત સંબંધ અંગે ઘણી અફવાઓ ફેલાઈ છે. પ્રશંસકો તેમના સોશિયલ મીડિયા પરની ક્રિયાઓ પર નજર રાખે છે.

જો કે તેમ છતાં તેઓ એકબીજાને ઓનલાઈન ફોલો કરતા નથી. આ કનેક્શન ન હોવાને કારણે તેમના સંબંધની સ્થિતિ અંગે રહસ્ય રહ્યું છે. સારા અને ઓરીની તાજેતરની તસવીર પછી અટકળોનો સિલસિલો ચાલુ છે.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચાઓને વધુ તેજ કરી છે અને પ્રશંસકો વિવિધ અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, સારા તેંડુલકર અને શુભમન ગિલના નામ લાંબા સમયથી એકબીજા સાથે જોડાઈ રહ્યાં છે. વારંવાર તેમની લવ સ્ટોરી ચર્ચામાં રહે છે. જો કે આ સ્ટોરી કેટલી સાચી છે તેના કોઈ પુરાવા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X