• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે બહેકી ગયાં સ્ટાર્સ અને ચોળી દીધું તમતમતું ચુંબન!

|

મુંબઈ, 12 જુલાઈ : બૉલીવુડ સ્ટાર્સના ઑનસ્ક્રીન કિસિંગ સીન સામાન્ય રીતે વિવાદો ઊભા કરે છે. જોકે તે તો માત્ર ફિલ્મો માટે તેમણે આવા સીન કરવાં પડે છે, પરંતુ હવે તો બૉલીવુડ સ્ટાર્સ અને અન્ય હસ્તીઓ જાહેરમાં પણ એક-બીજાને કસકસતું ચુમ્બન ચોળતાં જરાય શરમાતા નથી. કહે છે કે લોકો એક-બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે જાહેરમાં આમ કિસ કે ચુમ્બન કરી નાંખે છે, તો અહીં સવાલ એ ઊભો થાય છે કે શું પ્રેમ વ્યક્ત કરવાનો આ એક જ રસ્તો છે.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના પુત્ર અભિષેક બચ્ચનની હાજરીમાં જ પત્ની જયા બચ્ચનને જાહેરમાં કિસ કરી નાંખી, તો ધર્મેન્દ્ર દ્વારા વકીલ અને રાજકારણી રામ જેઠમલાણીને કરવામાં આવેલી કિસ અને તેનો વીડિયો એટલો બધો વાયરલ થઈ ગયો કે ન પૂછો વાત. અગાઉ શિલ્પા શેટ્ટીને રિચાર્ડ ગેર દ્વારા અને રાખી સાવંતને મીકા સિંહ દ્વારા ચોળવામાં આવેલું ચુમ્બન પણ ઘણા વિવાદો જગાવનારુ રહ્યુ હતું.

દીપિકા પાદુકોણે અને અભિષેક બચ્ચન શું એક-બીજાને કિસ કરી શકે? કે પછી અર્જુન કપૂર અને આફતાબ શિવદાસાણીને કિસ સાથે શું લેવા-દેવા? શાહરુખ અને પ્રિયંકા ચોપરાના સંબંધો અંગે કાયમ ચર્ચાઓ થાય છે. તેઓ પણ વારંવાર જાહેર સમારંભોમાં આમ કિસ કરતાં દેખાય છે. બિપાશા બાસુ, આર. માધવન, બૉબી ડાર્લિંગ અને વીણા મલિક પણ અનેક પાર્ટીઓમાં એક-બીજાને કિસ કરતાં દેખાયાં છે, તો દીયા મિર્ઝા, ફરાહ ખાન, હૃતિક રોશન તથા રાણી મુખર્જી પણ આમ કૅમેરે કેદ થયાં છે. આ તો ફિલ્મી સ્ટાર્સની વાત છે. આઈપીએલ દરમિયાન પ્રીતિ ઝિંટાએ તો પોતાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન યુવરાજ સિંહને પણ કિસ કરી નાંખી હતી.

આવો આપને તસવીરોમાં બતાવીએ બૉલીવુડ સ્ટાર્સના કિસિંગ સીન્સ :

જયા-અમિતાભ

જયા-અમિતાભ

શાલીનતાની મૂર્તિ કહેવાતાં અમિતાભ બચ્ચન પણ પ્રેમાવેગ રોકી નહીં શક્યાં અને તેઓ પત્ની જયા બચ્ચનને આમ હોઠો દ્વારા વળગી પડ્યાં. તેમને પુત્ર અભિષેક બચ્ચનની હાજરીનો પણ ભાન રહ્યો. તાજેતરમાં એક ઍવૉર્ડ સમારંભની આ તસવીર છે અને ખૂબ વાયરલ થઈ છે.

ધર્મેન્દ્ર-જેઠમલાણી

ધર્મેન્દ્ર-જેઠમલાણી

ધર્મેન્દ્ર દ્વારા વકીલ અને રાજકારણી રામ જેઠમલાણીને કરવામાં આવેલી કિસ અને તેનો વીડિયો એટલો બધો વાયરલ થઈ ગયો કે ન પૂછો વાત.

ગેરી-શિલ્પા

ગેરી-શિલ્પા

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને રિચાર્ડ ગેરી દ્વારા ચોળાયેલુ આ ચુમ્બન તો શિલ્પા જ નહીં, આખા વિશ્વને હંમેશ માટે યાદ રહી ગયું. આ અંગે બહુ વિવાદ જાગ્યો હતો.

સારા વર્સિસ સારા

સારા વર્સિસ સારા

અભિનેત્રી સારા ખાનને પોતાની ઉપર જ પ્રેમ ઉમટી આવ્યો અને એટલે જ તેમણે દર્પણમાં પોતાને જ કિસ કરવાનું શરૂ કરી દીધું.

રાણી-વિદ્યા

રાણી-વિદ્યા

આ તસવીરમાં જુઓ વિદ્યા બાલન અને રાણી મુખર્જી વચ્ચે થઈ ગયું છે લિપલૉક.

કૅટ-રણબીર

કૅટ-રણબીર

બૉલીવુડની સૌથી ચર્ચિત જોડી કૅટરીના કૈફ અને રણબીર કપૂર વચ્ચેનું અફૅર કોઈનાથી છુપાયેલું નથી. લગ્ન અંગે ભલે બંનેએ વિમાસણો ઊભી કરી હોય, પરંતુ આ તસવીર કંઇક ઓર જ બોલે છે.

ણબીર-અનુરાગ

ણબીર-અનુરાગ

કદાચ આ બર્ફીની સફળતાની ખુશી છે કે રણબીર કપૂર અને અનુરાગ બાસુ એક-બીજાને કિસ કરવામાં આટલા બધા તલ્લીન થઈ ગયાં.

રાખી-મીકા

રાખી-મીકા

હંમેશા વિવાદોમાં રહેનાર રાખી સાવંતે તે વખતે હોબાળો મચાવી દીધો હતો કે જ્યારે એક ઈવેંટ દરમિયાન ગાયક મીકા સિંહે રાખીને કસકસતું ચુમ્બન ચોળી દીધુ હતું. રાખીએ પછીથી આરોપ લગાવ્યો હતો કે મીકાએ તેમની મરજી વિરુદ્ધ ચુમ્બન કર્યું.

હોમી-દીપિકા

હોમી-દીપિકા

બૉલીવુડની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણે કદાચ તે વખતે અવાક્ રહ ગયાં હશે કે જ્યારે દિગ્દર્શક હોમી અડજાણિયાએ જાહેરમાં આમ તેમને કિસ કરી નાંખી હતી.

અભિષેક-દીપિકા

અભિષેક-દીપિકા

એક-બીજાને કિસ કરતાં દીપિકા પાદુકોણે અને અભિષેક બચ્ચન. દીપિકાને તો વાંધો નથી, પણ ક્યાંક ઐશ્વર્યા રાય જોઈ ન જાય. અભિષેકે સાવધ રહેવું જોઇએ.

અનિલ-આલિમ

અનિલ-આલિમ

અનિલ કપૂર અને આલિમ વચ્ચે રીયલ લાઇફ કિસિંગ સીન.

અર્જુન-આફતાબ

અર્જુન-આફતાબ

જુઓ કેટલાં નજીક છે અર્જુન કપૂર અને આફતાબ શિવદાસાણી.

અર્જુન-સોનાલી

અર્જુન-સોનાલી

અર્જુન રામપાલ તેમજ આપણાં ગોલ્ડી બહેલના પત્ની સોનાલી બેંદ્રે એક-બીજાને કિસ કરતાં જોઈ શકાય છે.

બિપાશા-માધવન

બિપાશા-માધવન

જુઓ જરા, બિપાશા બાસુ કેટલાં પૅશન સાથે આર. માધવનને કિસ કરી રહ્યાં છે.

વીણા-બૉબી

વીણા-બૉબી

પોતાની જાતને લેસ્બિયન ગણાવતાં વીણા મલિક બૉબી ડાર્લિંગને ચુંબન ચોળતાં નજરે પડે છે.

દીયા-યશ

દીયા-યશ

એક-બીજાને કિસ કરતાં દીયા મિર્ઝા તથા યશ બિરલા.

ફરાહ-હૃતિક

ફરાહ-હૃતિક

ફરાહ ખાન અને હૃતિક રોશન ચુંબનમાં તલ્લીન લાગે છે.

ગૌરી-રાણી

ગૌરી-રાણી

રાણી મુખર્જીને કિસ કરતાં શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાન.

સિદ્ધાર્થ-ગીતા

સિદ્ધાર્થ-ગીતા

દીપિકા પાદુકોણેના એક્સ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યા ક્રિકેટર હરભજન સિંહના કથિત પ્રેમિકા ગીતા બસરાને કિસ કરી રહ્યાં છે.

કૅટ-રાણી

કૅટ-રાણી

અરે... અરે... કૅટરીના કૈફ તો રાણી મુખર્જીને ચુંબન કરવાં તેમની ઉપર રીત સર પડી રહ્યાં છે.

હૃતિક-શાહરુખ

હૃતિક-શાહરુખ

હૃતિક રોશનને બાહુપાશમાં ભરી કિસ કરતાં શાહરુખ ખાન.

સોનાક્ષી-રાણી

સોનાક્ષી-રાણી

રાણી મુખર્જીને કિસ કરી ખુશીથી ઝૂમી ઉઠ્યાં હશે સોનાક્ષી સિન્હા.

શાહિદ-બિપાશા

શાહિદ-બિપાશા

કરીના કપૂરથી દૂર થયા બાદ શાહિદ કપૂર કોઈની પણ નજીક આવી જાય છે. જુઓ બિપાશાને કિસ કરી રહ્યાં છે શાહિદ.

પ્રિયંકા-શાહરુખ

પ્રિયંકા-શાહરુખ

આ તો હૉટ અને ચર્ચિત જોડી છે. શાહરુખ અને પ્રિયંકા ચોપરા અંગે અફૅરની ચર્ચાઓ ચાલતી જ હોય છે.

પ્રિયંકા-શાહરુખ

પ્રિયંકા-શાહરુખ

જે રીતે શાહરુખ પ્રિયંકાને ચુંબન ચોળી રહ્યાં છે, તે જોતાં આવી ચર્ચાઓ સાવ વ્યર્થ ન કહી શકાય.

વિધુ-વિદ્યા

વિધુ-વિદ્યા

વિધુ વિનોદ ચોપરાને કિસ કરતાં વિદ્યા બાલન કે જેઓ હવે સિદ્ધાર્થ રૉય કપૂરના પત્ની છે.

પ્રીતિ-વિજય

પ્રીતિ-વિજય

પ્રીતિ ઝિંટા કેટલાં નજીક છે લિકર કિંગ વિજય માલ્યાની. ક્યાંક કિસ કરવાની તક તો નથી શોધતાં.

વિજય-શિલ્પા

વિજય-શિલ્પા

શિલ્પા શેટ્ટીને બાહુપાશમાં ભરતાં રંગીન મિજાજ વિજય માલ્યા.

વિક્રમ-ઍમી

વિક્રમ-ઍમી

એક-બીજાની કેટલા નજીક છે વિક્રમ અને ઍમી જૅક્શન.

યુવરાજ-પ્રીતિ

યુવરાજ-પ્રીતિ

આ દૃશ્ય તો કેમ ભુલાય? ભારતીય ક્રિકેટ ટીમના યુવરાજને બૉલીવુડ સ્ટાર પ્રીતિ ઝિંટાએ કિસ કરી હતી. આઈપીએલ દરમિયાન જ્યારે પ્રીતિની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ જીતી, તો પ્રીતિએ ટીમના કૅપ્ટનને ચુંબન ચોળી વધાવ્યા હતાં.

English summary
Bollywood Celebrities most of time get into controversies for their onscreen kissing scenes. Sometimes they made controversy by kissing each other off screen also. We Bring you the Photos of Stars Kissed in Public whihc had gone Viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more