ઇશ્ક ઇન પેરિસ દ્વારા પોતાને સાબિત કરવા માંગતાં પ્રીતિ ઝિંટા
મુંબઈ, 14 મે : બૉલીવુડના ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા હાલ પોતાની આવનાર ફિલ્મ ઇશ્ક ઇન પેરિસ અંગે ખૂબ વ્યસ્ત છે. 24મી મેના રોજ રિલીઝ થનાર ફિલ્મના પ્રમોશન માટે તેઓ ખૂબ મહેનત કરી રહ્યાં છે. પ્રમોશનમાં વ્યસ્ત હોવા છતાં પ્રીતિનું એક દર્દ જીભે આવી જ ગયું.

તેમણે જણાવ્યું કે તેમની ફિલ્મ ઇશ્ક ઇન પેરિસ તેમના માટે એક બહુ મોટો પડકાર છે કે જે તેઓ કોઈ પણ કિંમતે જીતીને જ જંપશે. રામ જાણે કે પ્રીતિના મોઢેથી આ વાત કેમ નિકળી કે તેમની ફિલ્મ ઇશ્ક ઇન પેરિસની સફળતા એ સાબિત કરશે કે પ્રીતિ નબળાં નથી. હવે આ વાતનો શો મતલબ કાઢવામાં આવે?
શું નેસ વાડિયાની નફરત તેમના અહમ સાથે ટકરાઈ ગઈ છે કે જેથી પ્રીતિ ઝિંટા પોતાને સાબિત કરવામાં જોતરાયાં છે, કારણ કે બૉલીવુડમાં પોતાના કૅરિયરની ટોચે પ્રીતિ ઝિંટાએ નેસ વાડિયાની મહોબ્બતને ગળે વળગાળી અને તેથી કૅરિયર ચોપટ થઈ ગયું, પરંતુ ત્રણ વરસ બાદ તેમને નેસ વાડિયા મળ્યાં કે ન ફિલ્મો મળી. તેથી જ પ્રીતિ ઝિંટાએ પોતાને સાબિત કરવા માટે ઇશ્ક ઇન પેરિસ બનાવવાનું વિચાર્યું.
જોઇએ હવે પ્રીતિ ઝિંટા માટે પડકારસ્વરૂપ ઇશ્ક ઇન પેરિસ દર્શકોને કેટલી પસંદ આવે છે. પ્રીતિએ પોતાના મિત્ર સલમાન ખાનનો પણ સહારો લીધો છે આ ફિલ્મની સફળતા માટે. સલમાને ફિલ્મમાં એક આયટમ નંબર પણ કર્યું છે.












Click it and Unblock the Notifications
