ઈશ્ક મે મરજાવાં ફેમ અભિનેતા કુશાલ પંજાબીનુ 37 વર્ષની વયે નિધન, સુસાઈડ નોટ મળી
જાણીતા અભિનેતા કુશાલ પંજાબીએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. તે માત્ર 37 વર્ષના હતા. તેમના દોસ્ત કરણવીર બોહરાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે માહિતી આપી છે.
જાણીતા અભિનેતા કુશાલ પંજાબીએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. તે માત્ર 37 વર્ષના હતા. તેમના દોસ્ત કરણવીર બોહરાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે માહિતી આપી છે. કરણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ કરીને કુશાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કુશાલ માત્ર ટેલિવિઝન જ નહિ પરંતુ બોલિવુડમાં પણ ઘણા ફેમસ હતા.

કરણવીરે શોક વ્યક્ત કર્યો
કરણવીરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કુશાલના નિધન વિશે જણાવ્યુ છે. તેમણે લખ્યુ છે, ‘તારા આ રીતે જવાથી ઝટકો લાગ્યો છે. હું આ માનવા માટે તૈયાર નથી કે તુ હવે આ દુનિયામાં નથી રહ્યો. હું તને ખૂબ જ યાદ કરવાનો છુ. તે પોતાના જીવનમાં ઘણા લોકોને પ્રેરણા આપી છે. મને પણ આપી છ. હું જાણુ છુ કે તુ હવે આનાથી વધઉ સારી દુનિયામાં છે.' મીડિયા રિપોર્ટ અનુસાર કુશાલે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી છે. જો કે આની પાછળનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.
|
કુશાલ હાલમાં જ ટીવી શો ઈશ્ક મે મરજાવાંમાં દેખાયા
તમને જણાવી દઈએ કે કુશાલ પંજાબી હાલમાં જ ટીવી શો ઈશ્ક મે મરજાવાંમાં દેખાયા હતા. આ શોમાં તે ડેનીની ભૂમિકામાં દેખાયા. તેમનો આ રોલ ઘણો લોકપ્રિય પણ થયો. આ શો ઉપરાંત કુશાલ ફીયર ફેક્ટર, આસમાન સે આગે, એક સે બઢકર એક, જોર કા ઝટકા, સીઆઈડી, હમ તુમ, ઝલક દીખલા જા 7, ક્યા હાલ મિસ્ટર પાંચાલ, સજન રે ફિર જૂઠ મત બોલો જેવા શોમાં દેખાયા છે.
|
પોલિસને સુસાઈડ નોટ મળી
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર કુશાલનુ શબ તેના પાલી હિલ સ્થિત ઘરમાં લટકેલુ મળી આવ્યુ. પોલિસને તેમના ઘરેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સાથે જ દૂર્ઘટનાથી મોતનો કેસ પણ નોંધી લેવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલુ છે.

ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ
જો ફિલ્મી દુનિયાની વાત કરીએ તો તે છેલ્લી વાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ અ જેન્ટલમેનમાં જોવા મળ્યા હતા. આ સાથે જ તે ફરહાન અખ્તરની ફિલ્મ લક્ષ્ય, કરણ જોહરની કાલ, ધન ધનાધન ગોલ, અને શ્શ્શ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે. તેમણે બે દિવસ પહેલા જ પોતાના પુત્ર સાથે એક ફોટો શેર કર્યો હતો.

દોસ્તોએ વ્યક્ત કર્યુ દુઃખ
ગાયક બાબા સહેગલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યુ છે, ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે કુશાલ હવે નથી રહ્યા. તે દરેક પ્રકારના પડકારોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા અને સારા પિતા હતા. તે મારા દોસ્તથી વધુ મારા નાના ભાઈ હતા.' વળી, શ્વેતા તિવારીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. તેણે લખ્યુ છે, ‘શું??? હે ભગવાન! ક્યારે? અને કેવી રીતે?' રવિ દૂબેએ લખ્યુ છે, ‘શું???'












Click it and Unblock the Notifications
