Pics : સ્લિમ સોનાક્ષી કહે છે - નમણી કાયા પામવી સરળ નથી!
મુંબઈ, 5 એપ્રિલ : સલમાન ખાનની ફિલ્મ દબંગ તો યાદ જ હશે અને તેમાં સલમાનની સ્થૂળ કાયા ધરાવતી હીરોઇન રજ્જો એટલે કે સોનાક્ષી સિન્હાને પણ કેમ ભુલી શકાય. દબંગ ફિલ્મ દ્વારા અને જાડી કાયા સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સોનાક્ષી સિન્હાને હવે ધીમે-ધીમે સમજાતુ જાય છે કે ફિલ્મોમાં લાંબુ ચાલવા માટે સ્લિમ બૉડી એટલે કે નાજુક-નમણી કાયા જરૂરી છે અને એટલે જ તેઓ છેલ્લા ઘણા વખતથી જિમમાં પરસેવો પાડી રહ્યાં છે.
સોનાક્ષી સિન્હાની આ મહેનતનું પરિણામ પણ જોવામાં આવી રહ્યું છે. તેઓ સાચે જ જિમમાં પરસેવો પાડ્યા બાદ બદલાઈ ગયાં છે. તેમની કાયા હવે સ્થૂળમાંથી સ્લિમ થતી જાય છે. તાજેતરમાં જ અહીં એક કાર્યક્રમમાં આવેલા સોનાક્ષી સિન્હાને જોઈ સૌને આશ્ચર્ય થયું, કારણ કે મૅડમ શૉટગન આ ઇવેંટમાં અગાઉ કરતા થોડાક સ્લિમ લાગતા હતાં. જોકે સોનાક્ષી પોતે સ્વીકારે છે કે જિમથી નફરત કરનારા મારા જેવા માટે સ્લિમ બૉડી પામવી સરળ નહોતું.
ચાલો તસવીરોમાં જોઇએ નવી-નમણી સોનાક્ષી સિન્હા અને જાણીએ તેમના આ બૉડી ચેંજનું કારણ :

મૅગેઝીન આવૃત્તિનું અનાવરણ
સોનાક્ષી સિન્હા તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલ વુમન્સ હૅલ્થ મૅગેઝીનની નવી આવૃત્તિના અનાવરણ સમારંભમાં હાજર રહ્યા હતાં. તેમણે જ આ નવી આવૃત્તિનું અનાવરણ કર્યુ હતું.

મેક-ઓવરથી ખુશ છે સોના
સોનાક્ષી સિન્હાનું વધેલુ વજન બૉલીવુડમાં અનેક લોકો માટે ચિંતાનો વિષય રહ્યો છે. સોનાક્ષી સિન્હા પોતાના મેક-ઓવરથી ખુશ છે.

જિમથી એલર્જી
સોનાક્ષીએ કહ્યું - આ મારા જેવા માણસ માટે જરાય સરળ નહોતું. હું જિમથી નફરત કરનારાઓમાંની છું. મને જિમથી એલર્જી છે. હું તેનાથી દૂર જ ભાગવા માંગુ છું.

જે ધારું તે કરી ને જ જંપુ
સોનાક્ષીએ જણાવ્યું - પરંતુ મારા ખ્યાલથી જો હું એક વાર કોઈ વસ્તુ પર ધ્યાન લગાવુ છું, તો તેને પામીને જ જંપુ છું અને મેં તેવુ જ કર્યું.

દૃઢતાએ આપ્યું પરિણામ
26 વર્ષીય સોના કહે છે - મારી દૃઢતા અને મહેનતે મને મનગમતા પરિણામો આપ્યાં.

મેં નક્કી કર્યું અને...
સોનાક્ષીએ જણાવ્યું - મેં નક્કી કર્યું કે હું વજન ઘટાડવા માંગુ છું અને મેં તે પામવા માટે પગલુ ભર્યું.

આત્મવિશ્વાસનો પ્રશ્ન નહોતો
સોનાક્ષીએ જણાવ્યું - આત્મવિશ્વાસનો કોઈ પ્રશ્ન નહોતો. હું તેવા કેટલાંક ચુનંદા સૌભાગ્યશાળી લોકોમાંની એક છું, કારણ કે મારા કેટલાંક મિત્રો છે કે જેમને આત્મવિશ્વાસની ઉણપની સમસ્યા છે.












Click it and Unblock the Notifications
