હૅપ્પી ન્યુ ઈયરનું પોસ્ટર લૉન્ચ, ફિલ્મ દિવાળીએ રિલીઝ થશે

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 2 જાન્યુઆરી : જો બધુ સમસુથરૂ પાર પડે, તો આ વર્ષે દિવાળીએ બૉક્સ ઑફિસ ઉપર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝિંગ ડેટ 23મી ઑક્ટોબર, 2014 જાહેર થઈ છે.

happy-new-year-firstlook-poster
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના પ્રથમ પોસ્ટર દ્વારા આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ફિલ્મ દિવાળીએ રિલીઝ થવાની છે. ફિલ્મના પોસ્ટર ઉપર લખ્યું છે - ઇસ દિવાલી તોડેંગે તાલે ઇન્ડિયા વાલે. આ પંક્તિનો અર્થ તો એ જ થાય છે કે ફરાહ ખાન દિગ્દર્શિત ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર આ વર્ષે દિવાળીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણે અને અભિષેક બચ્ચન પણ છે.

એક અધિકારીએ જણાવ્યું - હૅપ્પી ન્યુ ઈયર દિવાળીએ રિલીઝ થશે. ફિલ્મનું પોસ્ટર આજે અધિકૃત રીતે ફેસબુક અને ટ્વિટર ઉપર લૉન્ચ થવાનું છે. ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એંટરટેનમેંટ પ્રાઇવેટ લિમિટેડ કરી રહ્યું છે. ફરાહ ખાન આ અગાઉ શાહરુખ ખાન સાથે મૈં હૂં ના અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે, તો દીપિકા પાદુકોણેની શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ અને ચેન્નઈ એક્સપ્રેસ બાદ આ ત્રીજી ફિલ્મ હશે.

English summary
http://photos.filmibeat.com/bollywood-movies/happy-new-year/photos-e826-p401220.html

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.