For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

First Review: 'જબ હેરી મેટ સેજલ' છે મસ્ટ વોચ રોમેન્ટિક ફિલ્મ!

'જબ હેરી મેટ સેજલ' ફિલ્મનો ફર્સ્ટ રિવ્યુ આવી ગયો છે. દુબઇના ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુએ આ ફિલ્મને કેટલા સ્ટાર આપ્યા? વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' ઇન્ડિયામાં 4 ઓગસ્ટ એટલે કે શુક્રવારના રોજ રિલીઝ થનાર છે. પરંતુ યુએઇમાં આ ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. દુબઇના ક્રિટિક ઉમૈર સંધૂએ આ ફિલ્મનો વિગતવાર રિવ્યૂ પણ આપી દીધો છે. ઉમૈરે આ અંગે ટ્વીટ કરતાં આ ફિલ્મને 2017ના બેસ્ટ રોમેન્ટિક ફિલ્મ ગણાવી છે. તેમણે ફિલ્મને 4 સ્ટાર આપ્યા છે. દુબઇ અને અબુ ધાબીમાં આ ફિલ્મના મોર્નિંગ શો હાઉસફુલ ગયા છે. ઉમૈર સંધૂ અનુસાર આ વર્ષની બિગેસ્ટ ઓપનર ફિલ્મ છે. ઉમૈર સંધુના રિવ્યૂના મુખ્ય અંશો વાંચો અહીં...

મસ્ટ વોચ!

મસ્ટ વોચ!

ઉમૈર સંધુ લખે છે, 'જબ હેરી મેટ સેજલ'ની સ્ટોરી ખૂબ રિફ્રેશિંગ અને સુંદર છે. ઇમ્તિયાઝ અલીએ વાર્તા સુંદર રીતે રજૂ કરી છે અને શાહરૂખ-અનુષ્કાના પરફોમન્સને કારણે આ મસ્ટ વોચ ફિલ્મ બને છે. શાહરૂખ અને અનુષ્કા, બંન્નેના કેરેક્ટર્સ એટલા રિયલ અને નેચરલ છે કે દર્શકો તુરંત સ્ટોરીમાં ઇન્વોલ્વ થઇ જશે. આ ફિલ્મનો પ્લસ-પોઇન્ટ તેની સ્ટોરી છે.

પરંતુ સેકન્ડ હાફ..

પરંતુ સેકન્ડ હાફ..

ફિલ્મનો ફર્સ્ટ હાફ એન્ટરટઇનિંગ છે, પરંતુ સેકન્ડ હાફમાં સ્ટોરી સહેજ ધીમી પડતી લાગે છે. એની પાછળનું એક કારણ એ પણ છે કે વાર્તા થોડો ડ્રામેટિક અને સિરિયસ વળાંક લે છે. કેટલાક લોકોને વાર્તા થોડી ખેંચાયેલી પણ લાગશે. આ લવ સ્ટોરી પૂર્ણ થવામાં થોડો વધારે ટાઇમ લે છે, જે ફિલ્મમાં ટાળી શકાયું હોત.

ક્લાઇમેક્સ

ક્લાઇમેક્સ

ફિલ્મનો ક્લાઇમેક્સ ખૂબ એક્સપર્ટિઝ સાથે હેન્ડલ કરવામાં આવ્યો છે અને આથી ફિલ્મ પૂરી થતાં દર્શકોને સંતોષ થાય છે. ઇમ્તિયાઝ અલીએ ફિલ્મનો વિષય ખૂબ મેચ્યોરિટી સાથે હેન્ડલ કર્યો છે. ફની સિન્સ અત્યંત ફની છે અને ઇમોશનલ સિન્સમાં દર્શકોને લાગણીશીલ કરવામાં ઇમ્તિયાઝ સફળ થયા છે. ઇમ્તિયાઝે હળવી ક્ષણો અને ધીર-ગંભીર પરિસ્થિતિ વચ્ચે સુંદર બેલેન્સ જાળવ્યું છે.

સંગીત, એક્ટિંગ, ટેક્નિકલ આસ્પેક્ટ

સંગીત, એક્ટિંગ, ટેક્નિકલ આસ્પેક્ટ

સંગીતમાં પ્રિતમે ફરી એકવાર પોતાનું ટેલેન્ટ સાબિત કર્યું છે. 'રાધા' અને 'હવાએં' અત્યારથી જ સુપરહિટ છે. યુરોપની સિનેમેટોગ્રાફી અત્યંત સુંદર અને ધ્યાન ખેંચનારી છે. ફિલ્મનું એડિટિંગ શાર્પ છે. શાહરૂખ અને અનુષ્કા બંન્નેએ પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે. ઉમૈર સંધુ અનુસાર આ શાહરૂખનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ છે અને અનુષ્કા શર્મા માટે આ ફિલ્મ તેના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ શકે છે.

English summary
First Review of the film 'Jab Harry Met Sejal' by Dubai critic Umair Sandhu, read here in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X