Pics : બૉલીવુડમાં જૅકલીને પૂરા કર્યાં ચાર વર્ષ

મુંબઈ, 31 ઑક્ટોબર : બુધવારનો દિવસ શ્રીલંકન બ્યુટી જૅકલીન ફર્નાન્ડીઝ માટે બહુ આનંદદાયક હતો, કારણ કે તેમને બૉલીવુડમાં આવ્યે ચાર વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. તે માટે જૅકલીને સૌનો આભાર વ્યક્ત કર્યો. જૅકલીને બુધવારે ટ્વિટર પર લખ્યું - આજે (બુધવારે) બૉલીવુડમાં મને ચાર વરસ થઈ ગયાં છે. ચાર વર્ષ અગાઉ આજના દિવસે જ અલાદીન રિલીઝ થઈ હતી. આ અદ્ભુત સ્મૃતિઓ બદલ સૌનો આભાર.

નોંધનીય છે કે જૅકલીને 2009માં અલાદીન ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. જોકે 31મી ઑક્ટોબર, 2009ના રોજ રિલીઝ થયેલી અલાદીનને સારો પ્રતિસાદ નહોતો મળ્યો, પણ જૅકલીનનું કૅરિયર ચાલી નિકળ્યું. જૅકલીન ફર્નાન્ડીઝ અલાદીન પછી મર્ડર 2, હાઉસફુલ 2 ધ ડર્ટી ડોઝન તથા રેસ 2માં પણ અભિનય કરી ચુક્યાં છે. ટુંકમાં જ તેઓ બૉલીવુડના હૅન્ડસમ હીરો સલમાન ખાન સાથે રૂપેરી પડદે નજરે પડનાર છે. ફિલ્મનું નામ છે કિક.

મિસ શ્રીલંકા રહી ચુકેલા જૅકલીન ફર્નાન્ડીઝ આ વાત માટે ઉપરવાળાનો આભાર વ્યક્ત કરે છે કે તેમને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી રહી છિ. કિકમાં સલમાન-જૅકલીન ઉપરાંત પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને રણદીપ હુડા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. નિર્માતા-દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા છે.

જુઓ જૅકલીન ફર્નાન્ડીઝની સુંદર તસવીરો :

ભારત ગમે છે

ભારત ગમે છે

જૅકલીનને શ્રીલંકન બ્યુટી કહે છે, પણ તેમના હાવ-ભાવ મોટાભાગે ભારતીયો જેવા છે. જૅકલીનને ભારત અને ભારતના લોકો બહુ ગમે છે.

બ્રેક-અપ

બ્રેક-અપ

જૅકલીન અને સાજિદ ખાન છેલ્લા ત્રણ વર્ષથી ડેટિંગ કરતા હતાં, પણ અચાનક બંનેનું બ્રેક-અપ થઈ ગયું.

ખુશ છે જૅકલીન

ખુશ છે જૅકલીન

દુઃખી જૅકલીનનું કૅરિયર પાટે લાવવાની જવાબદારી હવે સલમાને લીધી છે. તેથી જ કિકમાં સલમાન સામે જૅકલીન છે.

લકી જૅકલીન

લકી જૅકલીન

જૅકલીને જણાવ્યું - આ ભગવાનના આશીર્વાદ છે કે તેમને સલમાન સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી. જૅકલીને પોતાને સલમાનના ફૅન ગણે છે.

સલમાન પાસે આશાઓ

સલમાન પાસે આશાઓ

કિકના નિર્માતા સલમાન ખાન છે. જૅકલીને અત્યાર સુધી હાઉસ ફુલ 2, મર્ડર 2, રેસ 2 જેવી ફિલ્મો કરી, પણ અપેક્ષિત સફળતા મળી નથી. તેમને હવે સલમાન પાસે ઘણી આશાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X