ક્યારેક પ્રિન્સને ડેટ કરી ચુકેલી બર્થ ડે ગર્લ જેકલીન અફેરને લઈને સતત ચર્ચામાં રહે છે, આ સ્ટાર સાથે જોડાયુ છે ન
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો જન્મદિવસ 11 ઓગસ્ટે છે અને આ વખતે અભિનેત્રી તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. તમને જણાવી દઈએ કે જેકલીનનો જન્મ બહેરીનમાં થયો હતો અને 2006માં જેકલીન મિસ શ્રીલંકા યુનિવર્સ બની હતી.
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો જન્મદિવસ 11 ઓગસ્ટે છે અને આ વખતે અભિનેત્રી તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. તમને જણાવી દઈએ કે જેકલીનનો જન્મ બહેરીનમાં થયો હતો અને 2006માં જેકલીન મિસ શ્રીલંકા યુનિવર્સ બની હતી. જેકલીને વર્ષ 2009 માં બોલિવૂડમાં પગ મૂક્યો હતો. જણાવી દઈએ કે જેકલીનના પિતા શ્રીલંકામાં સંગીતકાર છે, જે મૂળ ત્યાંના છે અને તેની માતા મલેશિયન મૂળની છે. આ દિવસોમાં જેકલીન ફર્નાન્ડિસ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં છે.

યુનિવર્સિટી ઓફ સિડનીમાં અભ્યાસ
જેકલીનનો શરૂઆતથી જ અભિનય અને ફિલ્મો તરફ ઝુકાવ હતો, તેણે 14 વર્ષની ઉંમરે એક કાર્યક્રમ હોસ્ટ કર્યો હતો. જેકલીને યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું અને અભ્યાસ પૂરો કર્યા બાદ તે શ્રીલંકા જતી રહી હતી. તેણે ટીવી રિપોર્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જો કે તેના નસીબમાં અભિનેત્રી બનવાનું હતું અને તેણે મોડેલિંગ કરવાનું શરૂ કર્યું અને જોન સ્કૂલ ઓફ એક્ટિંગમાં એક્ટીંગ શીખી.

જેકલીન મિસ યુનિવર્સ શ્રીલંકા રહી ચૂકી છે
અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસની સુંદરતાના લોકો દિવાના છે. તેણે ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. વર્ષ 2006 માં જેકલીને મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધામાં ભાગ લીધો અને સ્પર્ધા જીતી હતી.

જેકલીનનો પહેલો બોયફ્રેન્ડ રાજકુમાર હતો
બહુ ઓછા લોકો જાણે છે કે જેકલીનનો પહેલો બોયફ્રેન્ડ રાજકુમાર હતો. તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તે આરબ દેશ બહેરીનના પ્રિન્સ હસન બિન રાશિદ અલી ખલીફાને ડેટ કરતી હતી. બહેરીનના રોયલ ફેમિલી સાથે જોડાયેલા ખલીફા અને જેકલીન એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા, પરંતુ જ્યારે જેકલીનને ફિલ્મ હાઉસફુલ મળી ત્યારે તેમના સંબંધોમાં તિરાડ પડી.

સાજિદ ખાન ખાસે પ્રેમ
એવું કહેવાય છે કે આ પછી ફિલ્મ હાઉસફુલના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર સાજિદ ખાન સાથે જેકલીનની નિકટતા વધી અને બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જો કે, આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને મે 2013ની આસપાસ બંને અલગ થઈ ગયા. જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે તેની પાછળના ઘણા કારણો સામે આવ્યા હતા. એક સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે જેકલીન સાજીદના વર્તનને કારણે સાજિદથી અલગ થઈ ગઈ છે. બીજી તરફ સાજિદે પોતાની ફિલ્મ ફ્લોપ થવા માટે એક ઈન્ટરવ્યુ દરમિયાન જેકલીન પર આડકતરી રીતે આરોપ લગાવ્યો હતો.

ઠગ સુકેશ ચંદ્રશેખર અફેર
200 કરોડના મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સાથેના તેના કથિત સંબંધોને લઈને બોલિવૂડ અભિનેત્રી જેકલીન સમાચારમાં રહી હતી. ત્યારબાદ અભિનેત્રી ટ્રોલ્સના નિશાના પર આવી જ્યારે ઠગ સુકેશ સાથેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
