જય હોને 100 કરોડ કમાતાં નાની યાદ આવી ગઈ!
મુંબઈ, 29 જાન્યુઆરી : સલમાન ખાનની ફિલ્મ જય હોએ અંતે જેમ-તેમ કરીને સો કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે. કહેવાતુ હતું કે ફિલ્મ બૉક્સ ઑફિસે રેકૉર્ડ બનાવશે અને સલમાન ખાન શાહરુખ ખાન તેમજ આમિર ખાનને પાછળ મૂકી દેશે, પણ એવું કંઈ પણ ન થયું અને માંડ-માંડ જય હો સો કરોડ રુપિયા કમાવી શકી.
જય હો ફિલ્મ અંગે ફૅન્સ ઉત્સાહિત હતાં, પરંતુ ફિલ્મે બધાને નિરાશ કર્યાં. સલમાન ખાન પોતે આશ્ચર્યમાં હતાં કે તેમની ફિલ્મ જય હોને બૉક્સ ઑફિસે આટલો ઠંડો રિસ્પૉન્સ કેમ મળ્યો. જોકે ફૅન્સે પોતાના એક્ટર સલમાનની ફિલ્મ પ્રમોટ કરવાના પુરતા પ્રયત્નો કર્યા હતાં. આમ છતાં ફિલ્મ કમાલ ન દાખવી શકી.જય હોએ પહેલા જ દિવસે 17.5 કરોડ કમાવ્યાં અને પછીથી આવેલા આંકડા મુજબ આ અઠવાડિયે જય હોની કમાણી 60 કરોડ સુધી પહોંચી ગઈ. જોકે જય હો ફિલ્મ વિદેશોમાં પણ 700 સ્ક્રીન્સ ઉપર રિલીઝ થઈ હતી કે જેમાં અમેરિકા, બ્રિટન, દુબઈ તથા ન્યુઝીલૅન્ડનો સમાવેશ થાય છે. જય હોએ અત્યાર સુધી ઓવરસીઝમાં 100 કરોડ કરતા વધુ કમાણી કરી છે. આ સાથે જ જય હો એવી પહેલી બૉલીવુડ ફિલ્મ બની ગઈ છે કે જેણે ઓવરસીઝમાં 100 કરોડ કરતાં વધુ કમાવ્યાં હોય.













Click it and Unblock the Notifications
