કૅન્સમાં તનિષ્ઠાને બમણો ફાયદો, જલનું ટ્રેલર પણ રજૂ થશે
મુંબઈ, 20 મે : બૉલીવુડ અભિનેત્રી તનિષ્ઠા ચૅટર્જી માટે 66મું કૅન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ બમણો ફાયદો લઈને આવ્યું છે. અહીં તેમની બીજી ફિલ્મ જલનું ટ્રેલર પણ રિલીઝ થશે.

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ ભારત માટે ખાસ છે, કારણ કે તે સિનેમાના 100 વરસ થવા પ્રસંગે અતિથિ દેશ તરીકે હાજરી નોંધાવે છે. તનિષ્ઠાની જલ ફિલ્મ ઇન્ડિયન પેવેલિયનમાં રિલીઝ કરાશે. તનિષ્ઠા ચૅટર્જી એમ તો અહીં મૉનસૂન શૂટઆઉટ ફિલ્મના પ્રદર્શન માટે ગયા હતાં, પરંતુ તેઓ જલ ફિલ્મના પ્રચાર કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
જલ ફિલ્મ ગુજરાતના કચ્છના રણમાં પાણીની તંગી ઉપર આધારિત છે. ગિરીશ મલિક દિગ્દર્શિત ફિલ્મનું નિર્માણ વનવર્લ્ડ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે કર્યું છે. મલિકે એક નિવેદનમાં જણાવ્યું - ભારતીય સિનેમાના સો વરસ પૂર્ણ થવા પ્રસંગે આટલા પ્રતિષ્ઠિત મંચ ઉપરથી પોતાની ફિલ્મ રિલીઝ થવાથી વન વર્લ્ડ ફિલ્મ્સ તથા અમારા આંતરરાષ્ટ્રીય વેચાણ ભાગીદારી ઇનસોમાનિયા વર્લ્ડ સેલ્સ ધન્યતા અનુવે છે. જલ ફિલ્મમાં તનિષ્ઠા ચૅટર્જી ઉપરાંત પૂરબ કોહલી તથા કીર્તિ કુલહરી પણ છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ







Click it and Unblock the Notifications
