Video: જ્હાન્વી કપૂરે આ વ્યક્તિ સાથે પોતાના રિલેશન પર લગાવી મહોર, નેકલેસ પર લખ્યુ બૉયફ્રેન્ડનુ નામ

Janhvi Kapoor and Shikhar Pahariya: બોલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂર છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. અહેવાલ છે કે તે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર બિઝનેસમેન શિખર પહાડિયાને ડેટ કરી રહી છે. જો કે શિખર કે જ્હાન્વી બંનેમાંથી કોઈએ હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયાએ હજુ સુધી ખુલ્લેઆમ તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. બંનેને ઘણી વખત કેમેરા સામે જોવામાં આવ્યા હોવા છતાં તેઓ આ વિશે કશું બોલતા નથી. જો કે, હવે જ્હાન્વી કપૂરે કંઈક એવું કર્યું છે, જેના કારણે એવું લાગે છે કે તેણે આ ડેટિંગની પુષ્ટિ કરી છે.

janhvi

જ્હાન્વી કપૂર 9 એપ્રિલ 2024ની રાત્રે પિતા બૉની કપૂરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'મેદાન'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. અહીં તેના કસ્ટમાઈઝ્ડ નેકલેસ બધાનું ધ્યાન ખેંચ્યું. વાસ્તવમાં, આ નેકલેસ પર તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નામ લખેલું હતું.

તમને જણાવી દઈએ કે જ્હાન્વી કપૂર તેના બૉયફ્રેન્ડ શિખર પહાડિયાને પ્રેમથી 'શિખુ' કહે છે અને અભિનેત્રીના નેકલેસ પર પણ આ જ લખેલું હતું. આ જોઈને ચાહકોએ દાવો કર્યો કે હવે તેઓએ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.

27 વર્ષની જ્હાન્વી કપૂર ગયા વર્ષે બૉલિવૂડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરના ફેમસ ચેટ શો 'કૉફી વિથ કરણ'માં જોવા મળી હતી. શોમાં, જ્યારે કરણ જોહરે તેને પૂછ્યું કે તેના મોબાઈલના સ્પીડ ડાયલમાં કોનો નંબર સેવ છે, ત્યારે તેણે ઉતાવળમાં 'શિખુ...' કહી દીધું અને હસતાં હસતાં તે ચૂપ થઈ ગઈ.

અગાઉ, ઝૂમને આપેલા એક ઇન્ટરવ્યુમાં, જ્હાન્વી કપૂરના પિતા બૉની કપૂરે પ્રથમ વખત તેમના સંબંધો પર પોતાનું મૌન તોડ્યું હતું. તેણે શિખર પહાડિયાના ખૂબ વખાણ કર્યા હતા. બૉની કપૂરે કહ્યું હતું કે તે શિખરને ખૂબ પ્રેમ કરે છે. તે હંમેશા જાણતા હતા કે તે જ્હાન્વી સાથે રહેશે અને ક્યાંય જશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X