‘રુહીઅફઝા'ના સેટ પરથી જ્હાન્વી કપૂરના ફોટો વાયરલ, સિંપલ લુકમાં જોવા મળી
જ્હાન્વી કપૂરની આવનારી ફિલ્મ રુહીઅફઝાનું શૂટિંગ ઉત્તરાખંડમાં શરૂ થઈ ચૂક્યુ છે. શૂટિંગ દરમિયાન જ્હાન્વી કપૂરનો એક લુક બહાર આવ્યો છે
જ્હાન્વી કપૂરની આવનારી ફિલ્મ રુહીઅફઝાનું શૂટિંગ ઉત્તરાખંડમાં શરૂ થઈ ચૂક્યુ છે. રાજકુમાર રાવ અને જ્હાન્વી સ્ટારર આ ફિલ્મ એક હૉરર કૉમેડી છે. સમાચાર છે કે ફિલ્મમાં જ્હાન્વી ડબલ રોલમાં જોવા મળશે. શૂટિંગ દરમિયાન જ્હાન્વી કપૂરનો એક લુક બહાર આવ્યો છે જ્યાં અભિનેત્રી એકદમ સિંપલ અંદાજમાં જોવા મળી રહી છે. જ્હાન્વીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

'રુહીઅફઝા'ને હાર્દિક મહેતા ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લૉટ ઘણો રસપ્રદ છે. ફિલ્મ એક ભૂતની કહાની છે જે સુહાગરાતે વરરાજા પર જાદૂ કરે છે જેથી નવવધુઓને વશમાં કરી શકે. આનાથી પણ રસપ્રદ એ છે કે ભૂત ગીતો પણ ગાય છે. આ ગામમાં જ્યારે પણ કોઈના લગ્ન થાય છે.. તો વિસ્તારની બધી મહિલાઓ પહેલી રાતે વરરાજા-નવવધુ સાથે રહે છે... જેથી ભૂત નવવધુને સૂવડાવી ન શકે. ફિલ્મની કહાની ઉત્તર પ્રદેશના મુરાદાબાદની હશે... જ્યારે ભૂત નવા પરિણીત જોડાને પોતાના કાબુમાં કરશે.
આ ફિલ્મથી પહેલી વાર રાજકુમાર રાવ અને જ્હાન્વીની જોડી સાથે આવશે. કોઈ શંકા નથી કે આ ઘણુ રસપ્રદ થવાનુ છે. ધડક બાદ જ્હાનવી કપૂર ઘણી અલગ અલગ પ્રકારની ફિલ્મો પસંદ કરી રહી છે. જ્હાન્વી હાલમાં ગુંજન સક્સેના બાયોપિક, રુહીઅફઝા અને તખ્તમાં જોવા મળવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
