Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સવા લાખના જૂતા પહેરીને ઈટલીથી મુંબઈ આવી જ્હાનવી કપૂર, ફેન્સે કહ્યા વાહિયાત

જ્હાનવી હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. પરંતુ સોમવારે એરપોર્ટ પર જ્હાનવી પોતાના જૂતાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ.

ધડક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરનાર જ્હાનવી કપૂર સોમવારે નાની બહેન ખુશી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. બંને ઈટલીને લેક કોમોમાં બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈમાં શામેલ થઈને મુંબઈ પાછા આવી રહ્યા હતા. જ્હાનવી કપૂરને તેની સુંદર અને ક્લાસી ફેશન ચોઈસ માટે ઘણી પ્રશંસા મળે છે. એરપોર્ટ લુક હોય કે કોઈ ઈવેન્ટમાં જોવા મળે, જ્હાનવી હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. પરંતુ સોમવારે એરપોર્ટ પર જ્હાન્વી પોતાના જૂતાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ.

જાણો કેટલી છે તેના જૂતાની કિંમત જેના કારણે તે થઈ ટ્રોલ

જાણો કેટલી છે તેના જૂતાની કિંમત જેના કારણે તે થઈ ટ્રોલ

જે જૂતા માટે જ્હાનવી ટ્રોલ થઈ રહી છે તેની કિંમત પૂરા 1.2 લાખ રૂપિયા છે. સોશિયલ મીડિયા પર લોકોને જ્હાનવીના જૂતા પસંદ ના પડ્યા. ઈન્ટરનેટ પર ઘણા લોકોએ જ્હાનવીના આ જૂતા ખૂબ જ ભદ્દા અને ખરાબ લાગ્યા અને લોકોએ પેટ ભરીને તેની બુરાઈ કરી. ઘણા લોકોએ જ્હાનવીને ફેશનના નામ પર આવા ભદ્દા જૂતા પસંદ કરવા બદલ ટ્રોલ કરી.

Gucci બ્રાન્ડના છે જૂતા

Gucci બ્રાન્ડના છે જૂતા

આ જૂતા Gucci બ્રાન્ડના છે. જેની કિંમત USD 1590 એટલે કે લગભગ 1 લાખ 20 હજાર રૂપિયા છે. પરંતુ કિંમત પ્રમાણમે આ જૂતા જોવામાં સારા લાગતા નથી. ઈ યુઝર્સે કહ્યુ કે જૂતા બહુ જ બેકાર છે. ઘણાએ તો કહ્યુ કે ફેશનના નામ પર આ કેવા જૂતા પહેરી લીધા છે. કોઈએ તેને કાર્ટૂન પણ કહી દીધી. એટલુ જ નહિ એક યુઝરે કહ્યુ કે આવા જૂતા હું ક્યારેય ના પહેરુ.

આ છે જ્હાનવી કપૂરની આવનારી ફિલ્મ

આ છે જ્હાનવી કપૂરની આવનારી ફિલ્મ

તમને જણાવી દઈએ કે ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનારી જ્હાનવી કપૂરને આ ફિલ્મમાં ઘણી સફળતા મળી ગઈ છે. હવે તે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં જોવા મળશે. જેમાં તેની સાથે રણવીર સિંહ હશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ, કરીના કપૂર, અનિલ કપૂર અને વિક્કી કૌશલ જેવા સ્ટારસ લીડ ભૂમિકામાં હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X