બ્રેકઅપની ચર્ચા વચ્ચે ફરી ઓરી સાથે ધમાલ કરતી જોવા મળી જ્હાન્વી કપૂર, ફોટો વાયરલ
બોલિવૂડની ઉભરતી અભિનેત્રી જ્હાન્વી કપૂર તેની પાર્ટીઓ માટે જાણીતી છે. જ્હાન્વી કપૂર ઘણી વખત તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. હવે જ્હાન્વી કપૂર બ્રેકઅપની ખબરો વચ્ચે ફરી એક વખત ઓરહાન અવત્રામણિ સાથે કેમેરામાં કેદ થઈ છે.
ફિલ્મો કરતા પાર્ટીને લઈને ચર્ચામાં રહેતી જ્હાન્વી કપૂર હાલમાં જ ઓરહાન સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.

જ્હાન્વી કપૂર તેના મિત્રો સાથે કંઈક ને કંઈક સેલિબ્રેટ કરતી જોવા મળે છે. હવે ફરી જ્હાન્વી કપૂર, ઓરહાન અવત્રામણિ, અનન્યા પાંજે અને શિખર પહાડિયા સહિતના તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી.
આ પાર્ટીમાં ઓરહાન અને જ્હાન્વીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો પર હવે લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તસવીરોમાં જ્હાન્વી કપૂર સફેદ બોડીકોન ડ્રેસમાં સેક્સી સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે.
વાયરલ થયેલા આ ફોટોમાં જ્હાન્વી કપૂરનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છેે તો ઓરહાન તેને પાછળથી પકડીને વિચિત્ર હરકતો કરી રહી છે. જ્યારે એક તસવીરમાં જ્હાન્વી કપૂર ચીસો પાડી રહી છે અને એક તસવીરમાં તે ઓરહાનની ટોપી પકડેલી જોવા મળી રહી છે. આ ફોટો આગની જેમ વાયરલ થઈ રહી છે. હવે ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. જ્હાન્વી કપૂરનું ઈન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટોથી ભરેલું છે.












Click it and Unblock the Notifications
