For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગ્ય સ્થાને ‘ખોટા’ભાઈ એટલે જયંતાભાઈ...

|
Google Oneindia Gujarati News

jayanta-bhai-ki-luv-story
મુંબઈ, 18 ફેબ્રુઆરી : યોગ્ય સ્થાને ખોટાભાઈ એટલે જયંતાભાઈ. વિવેક ઓબેરૉયની ફિલ્મ જયંતાભાઈ કી લવ સ્ટોરી તાજેતરમાં જ રિલીઝ થઈ છે, પરંતુ ફિલ્મને બૉક્સ ઑફિસે કંઈ ખાસ રિસ્પૉન્સ મળી નથી રહ્યું. સાથે જ ફિલ્મ માટે થિયેટરોની પણ ખોટ ઊભી થઈ છે, કારણ કે ગત સપ્તાહે રિલીઝ થયેલી સ્પેશિયલ 26 અને એબીસીડી ફિલ્મોએ હજી થિયેટરો ઉપર પોતાની મજબૂત પક્કડ જમાવી રાખી અને તેથી થિયેટર માલિકો કોઈ પણ નવી ફિલ્મ રિલીઝ કરવાનો જોખમ લેવા માંગતાં નથી.

જયંતાભાઈ કી લવ સ્ટોરી ફિલ્મને શરુઆતના બે દિવસમાં તો સારી આવક મળી, પરંતુ પછી ધીમે-ધીમે દર્શકો ઓછાં થવા લાગ્યાં. ફિલ્મ અંગે વિવેક ઓબેરૉયે જણાવ્યું - જયંતાભાઈની હાલત યોગ્ય સ્થાને ખોટાભાઈ જેવી થઈ ગઈ છે. તેમાં જયંતાભાઈ વિચારે છે કે તે એક ગંભીર ભાઈ છે અને જે પણ કરે છે, તે બહેતર જ કરે છે. સાથે જ મનોરંજન પસંદ અને સારો વ્યવહાર કરનાર છોકરો છે, પરંતુ તે થોડોક સીધો છે અને તેમાં અનુભવની થોડીક ઉણપ છે. તેથી તેના જીવનમાં ઘણી બધી મુસીબતો આવે છે.

જ્યારે વિવેકને પૂછવામાં આવ્યું કે તેમણે આ પ્રકારનું પાત્ર કેમ સ્વીકાર્યું, તો તેમણે કહ્યું - મને વાર્તા ખૂબ ગમી. ફિલ્મની સ્ક્રિપ્ટ બહેતરીન છે. મેં પોતાના બે જૂના પાત્રો સાથિયાના આદિ તેમજ કંપનીના ચંદૂના પાત્રોને યાદ કર્યાં અને મારે આ ફિલ્મ સાઇન કરવી પડી. પરંતુ બીજી બાજુ ફિલ્મને બિઝનેસ તો ઠીક જગ્યા પણ મળવી મુશ્કેલ થઈ પડી છે.

જોકે આ સાથે જ રિલીઝ થયેલી મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડર 3 માટે થિયેટર માલિકોએ જગ્યા કરી આપી, પરંતુ વિવેકની ફિલ્મ માટે જગ્યા નથી.

English summary
Jayantabhai Ki Luv Story is not getting more cinema halls for the screening. Vivek Oberoi starrer film has got good opening at the box office but due to less screens the movie is not able to do good business. Murder 3 got the more screens whereas Jayanbhai Ki Luv Story fails to do the so.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X