#JazbaaWeek: શું સલમાનનું પ્રમોશન બચાવશે ઐશની ફિલ્મને?
જો અત્યારસુધી કોઇનું ધ્યાન ન ગયુ હોય તો અમે તમને જણાવી દઇએ કે ઐશ્વર્યા રાયની કમબેક ફિલ્મ જઝ્બાનું પ્રમોશન ઐશ્વર્યા અને સલમાન ખાનની આસપાસ આવીને અટકી ગયુ છે.
બીગબોસમાં ઐશ્વર્યાના નામ પર સલમાનને ઇમોશ્નલ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને કમેન્ટ થવી, કે પછી સલમાનના નામ પર ઐશ્વર્યાની બાજીરાવ મસ્તાનીને લઇને કમેન્ટ. આ બધાં તડકા ફિલ્મના પ્રમોશન માટેના તીકડમ સાબિત થઇ રહ્યાં છે.
હવે સલમાનનું BUZZ એશ માટે કેટલુ ફાયદાકારક રહેશે તે તો આ અઠવાડિયામાં ખબર પડી જ જશે. પરંતુ તે પહેલા સ્લાઇડર દ્વારા જોઇ લઇએ ફિલ્મનું RECAP.

સલમાનની મુન્ની V/S એશની પ્રિંસેસ
સલમાનની બજરંગી ભાઇજાનમાં મુન્ની સૌના દિલ જીતી ગઇ, તો હવે આ અઠવાડિયે ઐશ્વર્યાની રિલીઝ થઇ રહેલી ફિલ્મ જઝ્બામાં સારા અર્જુન છવાયેલી રહેશે.

સલમાન થયો ભાવુક
સલમાન ખાનને મિડીયાએ શાહરૂખ ખાનથી લઇને ઐશ્વર્યા રાયને લઇને ઘણાં સવાલ પૂછ્યા. જો કે સલમાને મિડીયાને બીગબોસ ઇવેન્ટ પહેલા જ કહી દીધુ હતુ કે મિડીયા તેમને કોઇ પણ સવાલ કરી શકે છે.

બંદૈયા..મુંહ મોડ કે ના જા....
ઐશ અને ઇરફાનની મૂવી જઝ્બાના ગીતોને યુટ્યુબ પર લોકોએ ઘણાં પસંદ કર્યા છે.

ટેલિવીઝન પર ઐશ અને ઇરફાન ખાન
જઝ્બાના પ્રમોશન માટે કોઇ પણ કસર નથી છોડવામાં આવી. ઐશ અને ઇરફાન ફિલ્મના પ્રમોશન માટે ટીવી પડદે પણ પહોંચ્યા હતા. ટેલિવીઝનના ફેમસ શો ડાંસ ઇન્ડિયા ડાંસ પર પણ પ્રમોશન કરવામાં આવ્યું હતુ.

સલમાન ખાન V/S ઐશ્વર્યા રાય
આ બંને સ્ટાર્સે ક્યારેક એક સાથે કામ કર્યું હતુ પણ હવે એકબીજાને ચેલેન્જ કરી રહ્યાં છે. ફિલ્મ પ્રમોશનમાં સલમાન-ઐશનો મુદ્દો છવાયેલો જોવા મળ્યો છે.

સુષ્મિતાની કોપી
થોડા વર્ષો પહેલા સુષ્મિતાની સમય નામની દમદાર ફિલ્મ તો આપે જોઇ જ હશે, બંને ફિલ્મની સમાનતા નિહાળીને તમે પણ ચોંકી ઉઠશો.

ફોટોશુટ
જઝ્બા સાથે ઐશ ફરી એકવખત કમબેક કરી રહી છે. પરંતુ ફિલ્મ પહેલા જ ઐશના હોટ ફોટોશુટના ફોટા મેગેઝીન કવર પર જોઇને ક્રિટીક્સના મોં બંધ થઇ ગયા છે.

એક છત નીચે
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં જ એક છત નીચે એટલે કે મહેબુબ ખાન સ્ટુડિયોમાં અલગ અલગ પ્રોજેક્ટ માટે શુટીંગ કરતા જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન
ફિલ્મમાં ઐશ્વર્યા એક ક્રિમીનલ લોયરના રોલમાં જોવા મળી રહી છે. કોઇ એક કેસના કારણે તેની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. બસ ફિલ્મ તે મુદ્દાની આસપાસ જ છે.

આરાધ્યાની ગીફ્ટ
સૌથી મોટી વાત એ છેકે ફિલ્મના નિર્દેશકે આરાધ્યા માટે એક અલગ વેનિટી વાન પણ તૈયાર કરી હતી. જેમાં તેની જરૂરનો દરેક સામાન હતો.

શું છે ખાસ
ઐશે ઘણું વિચારી-સમજીને અનેક ફિલ્મોને રીજેક્ટ કર્યા બાદ આ ફિલ્મ સાઇન કરી છે. અને એટલે જ દર્શકોને આ ફિલ્મથી ઘણી આશા પણ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
