રામ ગોપાલ વર્માને ‘માસ્ટર ઑફ હૉરર ફિલ્મ’ ગણાવતાં જેડી
મુંબઈ, 4 ઑક્ટોબર : ફિલ્મ ભૂત દ્વારા સૌને ડરાવનાર નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્મા ફરી એક વાર લોકોને ડરાવવાની તૈયારી કરી ચુક્યાં છે. આ વખતે તેઓ ભૂત રિટર્ન્સ લઈને આવી રહ્યાં છે જેના વડે સિને દર્શકો વચ્ચે ફરી એક વાર નેપાળી બાળા મનીષા કોઈરાલા પ્રત્યક્ષ થવા જઈ રહી છે. રામ ગોપાલ વર્માની છેલ્લી ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ બુરી રીતે પિટાઈ છે. તેથી તેઓ ફરીથી હૉરર ફિલ્મો તરફ વળ્યાં છે.

પોતાના બેધડક નિવેદનો દ્વારા લોકોને નારાજ કરનાર રામ ગોપાલ વર્માને જે. ડી. ચક્રવર્તી હૉરર ફિલ્મોના માસ્ટર ગણે છે. શિવા, સત્યા અને વાસ્તુશાસ્ત્ર જેવી ફિલ્મોમાં રામૂ સાથે કામ કરી ચુકેલા જેડી કહે છે કે રામૂની જેમ હૉરર ફિલ્મો બીજું કોઈ ન બનાવી શકે. મને તેમની સાથે કામ કરતાં મજા આવે છે. જેડીએ કહ્યું કે મારો દાવો છે કે રામૂ ઓછાં બજેટમાં સારી ફિલ્મો બનાવે છે કે જે લોકો માટે દૃષ્ટાંત બની જાય છે. તેમની ભૂત રિટર્ન્સ પણ વર્ષ 2003માં આવેલી ભૂતની જેમ જ સફળતા હાસલ કરશે.
અમે આપને જણાવી દઇએ કે રામ ગોપાલ વર્મા દિગ્દર્શિત ફિલ્મ ભૂત રિટર્ન્સ આગામી 12મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં મનીષા કોઈરાલા અને જેડી મુખ્ય ભૂમિકામાં છે. જેડીની રામૂ સાથે આ 27મી ફિલ્મ છે. તેમાં હિન્દી અને દક્ષિણની ફિલ્મનો સમાવેશ થઈ જાય છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
