જ્હાનવી કપૂરે મુંબઈ સ્થિત જૂહુમાં ખરીદ્યુ પોતાનુ આટલુ મોંઘુ ઘર, જાણો વિગત
હાલમાં જ્હાનવી માટે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે તે ઘણા ચોંકાવનારા છે.
મુંબઈઃ ઈન્ડસ્ટ્રીના ઘણા એવા સ્ટાર્સ છે કે જે પોતાના ડેબ્યુના થોડા સમયમાં જ એટલા સફળ થઈ જાય છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય. તેમાંથી એક છે બૉલિવુડ અભિનેત્રી જ્હાનવી કપૂર. હાલમાં જ્હાનવી માટે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે તે ઘણા ચોંકાવનારા છે. જાણવા મળ્યુ છે કે અભિનેત્રીએ મુંબઈના જૂહુમાં ખુદનુ ઘર ખરીદ્યુ છે. આ જ કારણ છે કે આજે જ્હાનવી ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે જ્હાનવી કપૂરે પોતાની કરિયરમાં માત્ર બે ફિલ્મોમાં કામ કર્યુ છે જેમાં ધડક અને ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ શામેલ છે. સમાચાર મુજબ તેણે આ ઘર લગભગ 39 કરોડ રૂપિયામાં ખરીદ્યુ છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે આ સંપૂર્ણપણે ફાઈનલ થઈ ચૂક્યુ છે. આ ઘર લગભગ 3456 સ્કવેર ફુટનુ છે અને જ્હાનવી કપૂરે તેના માટે 78 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.
અત્યારે જ્હાનવી કપૂરના ફેન્સ તેને ઘર માટે અભિનંદન આપી રહ્યા છે અને તેમનુ કહેવુ છે કે તે ખૂબ સફળ થવાની છે. જ્હાનવી કપૂરે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ધડકથી કરી હતી જેમાં તેની સાથે અભિનેતા ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો. આ ફિલ્મની રિલીઝ સાથે જ્હાનવી કપૂરના અભિનયનો દમ લોકોને જાણવા મળ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
