સ્લીવલેસ વન પીસ ગાઉનમાં એકદમ બોલ્ડ લાગી રહી છે જ્હાન્વી કપૂર, ફોટોશૂટ વાયરલ!
ફેન્સ જ્હાન્વી કપૂરના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. હાલમાં જ તેની ફિલ્મ 'ગુડ લક જેરી' OTT પર રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.
ફેન્સ જ્હાન્વી કપૂરના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. હાલમાં જ તેની ફિલ્મ 'ગુડ લક જેરી' OTT પર રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ જ્હાન્વી પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી.


વન પીસ ગાઉનમાં જ્હાન્વી બોલ્ડ લાગી રહી છે
કેમેરા સામે સ્મિત આપતા જ્હાન્વી કપૂર કલરફુલ વન પીસ ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી છે. તેનું આ સ્લીવલેસ ગાઉન અભિનેત્રીએ સુંદર રીતે પહેર્યું હતું.

જ્હાન્વીનો આ અવતાર ફેન્સને પસંદ આવ્યો
જ્હાન્વીએ પહેરેલા આ ડિઝાઈનર ગાઉનની પાછળનો ભાગ પણ ખૂબ જ સરસ હતો. તેની આ સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે.

જ્હાન્વી વરૂણ ધવન સાથે જોવા મળશે
ટૂંક સમયમાં જ જ્હાન્વી કપૂર વરુણ ધવન સાથે ફિલ્મ 'બબાલ'માં જોવા મળવાની છે. આ ફિલ્મ આગામી 2023માં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મનું શેડ્યુલ વિદેશમાં પૂર્ણ થયું હતું.

કોફી વીથ કરણમાં પહોંચી હતી
ગયા અઠવાડિયે જ્હાન્વી કપૂરે તેની ખાસ મિત્ર સારા અલી ખાન સાથે કરણ જોહરના કોફી વિથ કરણમાં હાજરી આપી હતી. બંનેએ શોમાં ઘણી રસપ્રદ બાબતોનો ખુલાસો કર્યો હતો.












Click it and Unblock the Notifications
