'જિયા ઔર જિયા' પહેલાં ભોલી પંજાબણનો HOT અવતાર જુઓ!

Written By:
Subscribe to Oneindia News

રિચા ચઢ્ઢા બોલિવૂડની એવી એક્ટ્રેસિસમાંની એક છે, જેણે ટેલેન્ટના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરેધીરે પોતાની જગ્યા બનાવી છે. એક્ટિંગની વાત આવે ત્યારે રિચા ક્યારેય તેના દર્શકોને નિરાશ નથી કરતી. રિચાએ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી ડેબ્યૂ કર્યું હતું અને હવે શુક્રવારે તેની ફિલ્મ 'જિયા ઔર જિયા' રિલીઝ થનાર છે.

જિયા ઔર જિયા

જિયા ઔર જિયા

ફિલ્મ 'જિયા ઔર જિયા'માં રિચા ઉપરાંત કલ્કી કોચલીન પણ છે. ફિલ્મમાં આ બંને એક્ટ્રેસિસનો મુખ્ય રોલ છે અને બંનેનું નામ જિયા છે. પરંતુ તેમની પર્સનાલિટી એકબીજાથી એકદમ અલગ છે. તેમની લાઇફ જર્નીને અંતે તેમને ખ્યાલ આવે છે કે, નામની માફક જ તેમનું નસીબ પણ કદાચ એકસરખું જ છે.

ભોલી પંજાબણ

ભોલી પંજાબણ

'ગેંગ્સ ઓફ વાસેપુર'થી ડેબ્યૂ કરનાર રિચા ચઢ્ઢાને ખરી ઓળખાણ મળી હતી, ફિલ્મ 'ફૂકરે'ના પાત્ર ભોલી પંજાબણથી. આ ફિલ્મ હિટ રહી હતી અને તેમાં 4 મેલ એક્ટર વચ્ચે પણ રિચાનું પાત્ર સુપર એન્ટરટેઇનિંગ હતું. ભોલી પંજાબણું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું.

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ

આ ફિલ્મની સાથે લોકપ્રિયતા ઉપરાંત રિચાને પોતાનો સોલમેટ પણ મળી ગયો, એમ કહી શકાય. જી હા, ફિલ્મ 'ફૂકરે'માં જ અલી ફઝલે પણ કામ કર્યું હતું અને થોડા સમય પહેલાં જ આ બંનેએ પોતાની રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો.

સિક્રેટ ડેટિંગ

સિક્રેટ ડેટિંગ

આ વાત બહાર આવતાં ઘણા લોકોને નવાઇ લાગી હતી, કારણ કે આ બંને એકબીજાને એક વર્ષથી ડેટ કરી રહ્યા હોવાની વાત તેમણે સ્વીકારી હતી. આ બંને પોતાના કરિયર પર ફોકસ કરવા માંગતા હોવાથી તેમણે આ વાત છુપાવી હતી, જેથી તેમની પર્સનલ લાઇફને કારણ વગર અટેન્શન આપવામાં ન આવે.

પહેલી મુલાકાત

પહેલી મુલાકાત

રિચા અને અલી છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ઓળખે અને એકબીજાના સારા મિત્રો છે. ગત વર્ષથી તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમની મુલાકાત વર્ષ 2013માં 'ફૂકરે'ના સેટ પર જ થઇ હતી. આ ફિલ્મની સિક્વલની તૈયારીઓ પણ થઇ ચૂકી છે અને તેમાં આ કપલ ફરી એકવાર સાથે જોવા મળશે.

આગામી ફિલ્મો

આગામી ફિલ્મો

કરિયરની વાત કરીએ તો ગત વર્ષે આવેલ ફિલ્મ 'મસાન'માં તે જોવા મળી હતી અને આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મ 'જિયા ઔર જિયા' રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત 'ઓર દેવદાસ' અને 'કેબરે' ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય તેના હાથમાં 'લવ સોનિયા', 'ફૂકરે રિટર્ન્સ' અને 'ઘુમકેતુ' જેવી ફિલ્મો છે.

English summary
Richa Chadda is all set to steal your heart with her performance in latest film Jia Aur Jia.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.