Pics : સૂરજ નિર્દોષ છે કે પછી ‘અસલી સૂરત છિપી રહે...’

મુંબઈ, 6 જૂન : ક્યા મિલિયે ઐસે લોગોં સે... જિનકી ફિતરત છુપી રહે... નકલી ચેહરા સામને આયે... અસલી સૂરત છિપી રહે... આ ગીત છે હિન્દી ફિલ્મ ઇઝ્ઝતનું. રાહત ઇંદૌરીએ લખેલું આ ગીતનો એમ તો જિયા ખાન આત્મહત્યા કેસ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ જિયાના અંતિમ સંસ્કાર વખતે તેમના બૉયફ્રેન્ડ સૂરજ પંચોલીનો જે ગમગીન અને દુઃખી ચહેરો દેખાયો, તેના કારણે આ ગીત પ્રશ્નાર્થ સાથે યાદ આવી જાય.

અમિતાભ બચ્ચન સાથે બૉલીવુડ ફિલ્મ નિશબ્દ દ્વારા પોતાનું કૅરિયર શરૂ કરનાર જિયા ખાન સુપુર્દ-એ-ખાક થઈ ગયાં છે અને તેમની પાછળ છોડી ગયા છે અનેક સવાલો. ખાસ તો શંકાની પરિધમાં જો કોઈ હોય, તો તે તેમના બૉયફ્રેન્ડ સૂરજ પંચોલી કે જેઓ બૉલીવુડ અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર છે.

જિયા ખાનની અંતિમ વિધિ ગઈકાલે થઈ ગઈ. તેમાં આદિત્ય પંચોલી અને સૂરજ પંચોલી પણ હાજર રહ્યા હતાં. આ સમગ્ર દફન વિધિ દરમિયાન સૂરજ પંચોલી સતત જિયા ખાનના પરિવાર સાથે રહ્યાં. તેમના પિતા આદિત્ય પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હાજર રહ્યા હતાં. આ દરમિયાન સૂરજ પંચોલી ખૂબ જ ગમગીન અને આઘાતમાં જણાતા હતાં. અમુક ક્ષણે તો તેઓ જિયા ખાનને યાદ કરી લાગણીશીલ બનતાં પણ દેખાયાં.

હવે સવાલ એ ઊભો થાય છે કે જિયા ખાન સાથે તેમના આપઘાત પૂર્વે છેલ્લે વાત કરનાર સૂરજ પંચોલી શું જિયા ખાનના મોત અંગે કંઇક ખુલાસો કરશે? શું સાચે જ તેઓ એટલા બધા માસૂમ અને નિર્દોષ છે કે જેવા તેમના ચહેરા ઉપરથી તેઓ દેખાય છે કે પછી નકલી ચહેરો છે અને અસલી સૂરત છુપાયેલી છે. શું આ ભોળા ચહેરા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર છુપાયેલું છે.

ખેર, પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો આપણે જોઇએ જિયાની અંતિમ યાત્રાની તસવીરો.

આદિત્યનો સાથ

આદિત્યનો સાથ

જિયા ખાન આપઘાત કેસમાં સૂરજ પંચોલીનું નામ ખુલ્યા બાદ તેમના પિતા આદિત્ય પંચોલી સતત તેમની સાથે રહ્યાં છે.

પુત્ર પર વિશ્વાસ

પુત્ર પર વિશ્વાસ

કોઈ પણ પિતા હોય, તેને તેના પુત્ર ઉપર વિશ્વાસ તો હોય જ. જિયા ખાનની અંતિમ યાત્રામાં પણ આદિત્ય પંચોલી પોતાના પુત્ર સૂરજ સાથે ખડેપગે રહ્યાં. કદાચ તેમને વિશ્વાસ હશે કે સૂરજ નિર્દોષ છે.

અંતિમ પ્રયાણ

અંતિમ પ્રયાણ

જિયા ખાને સોમવારે રાત્રે આપઘાત કર્યો હતો. બુધવારે જુહૂ ખાતે આવેલ તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નિકળી.

અનેક લોકોની હાજરી

અનેક લોકોની હાજરી

જિયા ખાનની અંતિમ યાત્રામાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને શોક વ્યક્ત કર્યો હતો.

કિરણ રાવ

કિરણ રાવ

આમિર ખાનના પત્ની કિરણ રાવ જિયા ખાનની અંતિમ યાત્રામાં જોડાયા હતાં.

નગ્મા

નગ્મા

જિયા ખાનની અંતિમ યાત્રામાં અભિનેત્રી નગ્મા.

પ્રેમ ચોપરા

પ્રેમ ચોપરા

જિયા ખાનની અંતિમ યાત્રામાં ગમગીન જણાતાં બૉલીવુડ અભિનેતા પ્રેમ ચોપરા.

રણજીત

રણજીત

જિયા ખાનની અંતિમ યાત્રામાં જોડાતાં બૉલીવુડ અભિનેતા રણજીત.

દીપક પારાશર

દીપક પારાશર

બૉલીવુડ-ટેલીવુડ કલાકાર દીપક પારાશર પણ જિયા ખાનને અંતિમ વિદાય આપવા આવ્યા હતાં.

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ

હાઉસફુલમાં જિયા ખાન સાથે કામ કરનાર રીતેશ દેશમુખ પર જિયાની અંતિમ યાત્રામાં જોડાયા હતાં.

સંજય ખાન

સંજય ખાન

બૉલીવુડના જૂના અને જાણીતા અભિનેતા સંજય ખાન પણ જિયાને અંતિમ વિદાય આપવાં આવ્યા હતાં.

સિદ્ધાર્થ-સોફી

સિદ્ધાર્થ-સોફી

સિદ્ધાર્થ માલ્યા તથા સોફી ચૌધરીએ શોકમગ્ન હાલતમાં જિયાને અંતિમ વિદાય આપી હતી.

શોકમગ્ન સૂરજ

શોકમગ્ન સૂરજ

જિયાની અંતિમ યાત્રા દરમિયાન સૂરજ પંચોલી સ્તબ્ધ અને શોકમગ્ન જણાતા હતાં. સૂરજ આ સમગ્ર કેસમાં મહત્વની કડી બની રહ્યા છે.

સૂરજ પંચોલી

સૂરજ પંચોલી

જિયા ખાનના સૌથી નજીક ગણાતાં સૂરજ પંચોલી જિયાની અંતિમ યાત્રા દરમિયાન તેમના પરિજનોને સાંત્વન આપતા જણાતા હતાં.

નિર્દોષ ચહેરો?

નિર્દોષ ચહેરો?

આ તસવીરમાં સૂરજ પંચોલી માસૂમ અને નિર્દોષ જણાય છે. તેમના ચહેરા ઉપરથી તેઓ નિર્દોષ દેખાય છે કે પછી આ નકલી ચહેરો છે અને અસલી સૂરત છુપાયેલી છે. શું આ ભોળા ચહેરા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર છુપાયેલું છે.

ઉર્વશી ધોળકિયા

ઉર્વશી ધોળકિયા

ટેલીવિઝન કલાકાર ઉર્વશી ધોળકિયા પણ જિયા ખાનના અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X