Pics : જ્હૉન-પ્રિયા પરણી ગયાં, ફૅન્સને સુખદ આંચકો!
મુંબઈ, 3 જાન્યુઆરી : બૉલીવુડમાં એલિજિબલ બૅચલર્સની સંખ્યામાં ધીમે-ધીમે ભારે ઘટાટો થતો જાય છે. સલમાન ખાન માત્ર એક જ કૉન્સ્ટંટ એલિમેંટ બચ્યાં છે આ ગ્રુપમાં. જ્હૉન અબ્રાહમ અત્યાર સુધી બૅચલર ગ્રુપના સભ્ય હતાં, પરંતુ તેઓ પણ હવે મૅરેડ ગ્રુપમાં જોડાઈ ગયાં છે. જાણવા મળે છે કે જ્હૉન અબ્રાહમે લૉસ એંજલ્સ ખાતે પોતાના ગર્લફ્રેન્ડ પ્રિયા રુંચાલ સાથે લગ્ન કરી લીધાં છે.
જ્હૉન અબ્રાહમના લગ્ન અંગેના આ સમાચારો ત્યારે ચર્ચામાં આવ્યાં કે જ્યારે જ્હૉને વર્ષ 2014ની શુભેચ્છાઓ આપવા માટે પોતાના ટ્વિટર ઍકાઉંટ વડે પોતાના ફૅન્સને ટ્વીટ કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયાના નામ સાથે જ અબ્રાહમ સરનેમ પણ લગાવી દીધી. જ્હૉનના આ ટ્વીટે તેમના ફૅન્સને પણ આશ્ચર્યમાં મૂકી દીધાં કે અચાનક જ્હૉને કેવી રીતે લગ્ન કરી લીધાં?
ચાલો જ્હૉન-પ્રિયાની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

એલએસ ખાતે નવા વર્ષની ઉજવણી
જ્હૉન અબ્રાહમે નવા વર્ષની ઉજવણી લૉસ એંજલ્સ ખાતે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કરવાનું આયોજન કર્યુ હતું.

ટ્વીટથી લગ્નનો ખુલાસો
લૉસ એંજલ્સ ખાતેથી જ્હૉને પોતાના ફૅન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવતું ટ્વીટ કર્યું અને તે ટ્વીટ વડે થયો જ્હૉન-પ્રિયાના લગ્નનો ખુલાસો.

લવ-જ્હૉન એન્ડ પ્રિયા અબ્રાહમ
જ્હૉને ટ્વીટ કર્યું - આપને અને આપના નિકટના લોગોને નવા વર્ષની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ભગવાન કરે કે નવું વર્ષ આપના જીવનમાં બહુ પ્રેમ, સારો ભાગ્ય અને ખુશીઓ લઈને આવે. લવ-જ્હૉન એન્ડ પ્રિયા અબ્રાહમ.

ફૅન્સે આપ્યા અભિનંદન
જ્હૉનના ટ્વીટના જવાબમાં તેમના ફૅન્સે જ્હૉન અને પ્રિયાને અભિનંદન પાઠવ્યાં.

બૅંક કર્મચારી પ્રિયા
જ્હૉનના ગર્લફ્રેન્ડ અને હવે પત્ની પ્રિયાનું આખું નામ છે પ્રિયા રુંચાલ કે જેઓ બૅંકમાં કામ કરે છે.

બિપાશા સાથે બ્રેક-અપ
અગાઉ જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે રિલેશનશિપ હતી કે જે પછીથી તુટી ગઈ.

કાલે સ્વદેશ આવશે લવિંગ કપલ
જ્હૉન-પ્રિયા એક લવિંગ કપલ છે. બંને આવતીકાલે મુંબઈ પરત ફરી રહ્યાં છે.

જરૂરી વાત કરવી છે
જ્હૉને વધુ એક ટ્વીટ કર્યું છે કે જેમાં તેમણે લખ્યું છે - હું પાછો આવીને મહત્વના મુદ્દાઓ ઉપર વાત કરીશ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
