અત્યાર સુધીના સૌથી સેક્સી ડૉન હશે જ્હૉન અબ્રાહમ
મુંબઈ, 21 જાન્યુઆરી : જ્હૉન અબ્રાહમની આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા ટુંકમાં જ રિલીઝ થનાર છે. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ સાથે સોનૂ સૂદ તથા અનિલ કપૂર પણ છે. ફિલ્મમાં જ્હૉને પોતાની બૉડી ખૂબ જ શ્રેષ્ઠ રીતે કૅમેરે બતાવી છે. કહે છે કે આ જ ફિલ્મ માટે જ્હૉન અબ્રાહમે પોતાની બૉડી બનાવી હતી. ફિલ્મની વાર્તા મુંબઈના એક જાણીતા ગૅંગસ્ટર માન્યા સર્વેના જીવન પર આધારિત છે.
શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ એકદમ નવા જ અવતારમાં દેખા દેશે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ બહેતરીન છે અને તેમાં જ્હૉન પણ ફિટ છે. ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થયેલ ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલાની સિક્વલ છે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે સંજય ગુપ્તાએ. સંજય ગુપ્તાનું કહેવું છે કે શૂટઆઉટ એટ વડાલા એવી પ્રથમ ફિલ્મ હશે કે જેમાં ડૉનને શર્ટલેસ દર્શાવાયું છે.
જોકે જ્હૉન અબ્રાહમ અત્યાર સુધી દોસ્તાના તથા દેસી બૉય્ઝ ફિલ્મોમાં પોતાની શર્ટલેસ બૉડી બતાવી ચુક્યાં છે અને તેમની બૉડી જોઈ લાખો છોકરીઓ ઘેલી પણ થઈ ચુકી છે, પરંતુ એવું પ્રથમ વાર બનશે કે કોઈ ડૉન વગર શર્ટે દેખાશે. આ અગાઉ બૉલીવુડમાં જેટલાં પણ એક્ટરોએ ડૉનનું પાત્ર ભજવ્યું છે, કોઇએ પણ પોતાની શર્ટ ઉતારી નથી, તો જ્હૉન બનશે પ્રથમ શર્ટલેસ ડૉન. સંજય ગુપ્તાએ જણાવ્યું કે આવું પ્રથમ વાર બનશે કે જ્યારે કોઈ ડૉન શર્ટલેસ સ્ક્રીન ઉપર દેખાશે.
શૂટઆઉટ એટ વડાલામાં જ્હૉન અબ્રાહમની ફિટ તથા 8 પૅક બૉડી જોઈ આપ પણ હેરાન અને દંગ રહી જશો. ફિલ્મમાં પ્રથમ વાર માન્યા સુર્વેનું મુંબઈ પોલીસ દ્વારા કરાયેલ એનકાઉંટર બતાવાયું છે. આ બનાવ વડાલા ખાતે આવેલ સંગમનગરમાં વિદ્યાલંકાર ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાં 1લી નવેમ્બર, 1982ના રોજ બન્યો હતો. આ એનકાઉંટર દરમિયાન માન્યા સર્વેનું મોત થયુ હતું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
