SAW : દુકાને-દુકાને આંટો માર્યા બાદ મળ્યાં આ ચશ્મા
મુંબઈ, 2 મે : મુંબઈના ડિઝાઇનર કુણાલ રાવલે અભિનેતા જ્હૉન અબ્રાહમ માટે સોનેરી ફ્રેમ ધરાવતાં તડકાના ચશ્મા ડિઝાઇન કર્યાં છે.

આ સનગ્લાસના ચશ્મા 1980ના દાયકાને ચિત્રિત કરે છે અને અભિનેતા જ્હૉન અબ્રાહમ આવતીકાલે રિલીઝ થતી પોતાની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં આ જ ચશ્મામાં હરખાતાં દેખાશે. રાવલે જણાવ્યું કે તેમણે અને તેમની ટીમના સભ્યોએ 75થી વધુ પ્રાચીન વસ્તુઓની દુકાનોના આંટા માર્યાં. પછી તેમણે આ ડિઝાઇન નક્કી કરી.
તેમણે જણાવ્યું - આ શો અમારા માટે સરળ નહોતી. મારી ટીમે દાદરના ગ્રાંટ રોડ પર આવેલી પ્રાચની વસ્તુઓની તમામ દુકાનોના ચક્કર લગાવતાં દરેક ખૂણો શોધી કાઢ્યો. સાથે દિલ્હીમાં પણ શોધ કરી.
શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન અને અન્ય આયોજનો દરમિયાન પણ જ્હૉન અબ્રાહમે આ ચશ્મા પહેરેલા હતાં. ફિલ્મમાં તુષાર કપૂર, અનિલ કપૂર પણ છે. પ્રિયંકા ચોપરા અને સન્ની લિયોનના આયટમ સૉંગ ચર્ચામાં છે.












Click it and Unblock the Notifications
