જ્હૉને વખાણ કરતાં નરગિસ થયાં ખુશખુશાલ
મુંબઈ, 19 ઑગસ્ટ : અભિનેત્રી નરગિસ ફખરી જ્હૉન અબ્રાહમ જેવા સીનિયર અને પ્રતિભાશાળી અભિનેતા દ્વારા પ્રોત્સાહન અપાતા બહુ પ્રભાવિત છે. જ્હૉન અને નરગિસે આગામી ફિલ્મ મદ્રાસ કૅફેમાં સાથે કામ કર્યું છે. નરગિસ ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકા ભજવે છે.

જ્હૉન અબ્રાહમ મદ્રાસ કૅફે ફિલ્મના સહ-નિ્રમાતા છે. ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવાની છે. નરગિસે જણાવ્યું કે જ્હૉન સાથે કામ કરવાનો અનુભવ મજાનો રહ્યો. નરગિસની આ બીજી બૉલીવુડ ફિલ્મ છે. અગાઉ 2011માં તેઓ રૉકસ્ટાર ફિલ્મમાં રણબીર કપૂર સાથે તેમના પ્રેમિકા તરીકે નજરે પડ્યા હતાં.
નરગિસ ફખરીએ જણાવ્યું - જ્હૉન બહુ મજાકિયા અને સહજ માણસ છે. તેમની સૌથી સારી બાબત એ હતી કે જ્યારે પણ મેં સારૂ કામ કર્યું, તેમણે મારા વખાણ કર્યાં અને મારો ઉત્સાહ વધાર્યો. મારા જેવી નવી કલાકાર માટે આ બહુ મહત્વની બાબત છે. ખાસ ત્યારે કે જ્યારે કોઈ સીનિયર તથા પ્રતિભાશાળી કલાકાર તમારા કામના વખાણ કરે.
સુજીત સરકાર દિગ્દર્શિત મદ્રાસ કૅફે રોમાંચથી ભરપૂર એક રાજકીય ફિલ્મ છે કે જે શ્રીલંકાના ગૃહયુદ્ધ ઉપર આધારિત છે.












Click it and Unblock the Notifications
