નજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ તનુશ્રી-નાના વચ્ચે એ દિવસે સેટ પર શું થયુ હતુ?
જ્યારે ફિલ્મ 'Horn On Pleassss' નું શૂટિંગ ચાલી રહ્યુ હતુ ત્યારે ત્યાં સેટ પર પત્રકાર જેનિસ સિકેરિયા પણ હાજર હતી. તે દિવસે તેણે ત્યાં શું શું જોયુ, તે તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યુ છે.
અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યા પછી બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. તનુશ્રીએ 10 વર્ષ પહેલા એક ફિલ્મના સેટ પર નાના પાટેકર દ્વારા યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે એક નજરે જોનાર સાક્ષીનું નિવેદન સામે આવ્યુ છે. જ્યારે ફિલ્મ 'Horn On Pleassss' નું શૂટિંગ ચાલી રહ્યુ હતુ ત્યારે ત્યાં સેટ પર પત્રકાર જેનિસ સિકેરિયા પણ હાજર હતી. જે ગીતનું બિહાઈન્ડ ધ સીન શૂટ કરવા ગઈ હતી. તે દિવસે તેણે ત્યાં શું શું જોયુ, તે તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યુ છે.

પત્રકાર જેનિસ સિકેરિયાએ વર્ણવી ઘટના
પત્રકાર જેનિસ સિકેરિયા 10 વર્ષ પહેલા તે સેટ પર હાજર હતી, જ્યાં 'Horn On Pleassss' નું શૂટિંગ ચાલી રહ્યુ હતુ. જેનિસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યુ, ‘કેટલીક ઘટનાઓ ભલે 10 વર્ષ પહેલા બની હોય પરંતુ તે તમારા દિમાગમાં તાજી રહે છે. 'Horn On Pleassss' ના સેટ પર તનુશ્રી દત્તા સાથે જે થયુ તે પણ એક એવી જ ઘટના છે. હું ત્યારે ત્યાં હાજર હતી. હું 2008 માં રિપોર્ટર હતી અને આજતક અને હેડલાઈન્સ ટુડેએ મને આ ફિલ્મના એક ગીતના બિહાઈન્ડ ધ સીન્સ કવર કરવા માટે મોકલી હતી.'

ફિલ્મના સેટ પર હાજર હતી જેનિસ
‘જ્યારે હું ત્યાં પહોંચી તો મને કહેવામાં આવ્યુ કે શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે કારણકે અભિનેત્રી તનુશ્રી દત્તા સહયોગ નથી કરી રહી. મે તનુશ્રીને સેટ પર જોઈ, તે કોઈ વાત માટે હેરાન હતી. નાના પાટેકર, ગણેશ આચાર્ય અને એક પ્રોડ્યુસર વાત કરી રહ્યા હતા અને 50 ડાંસર્સ ત્યાં રાહ જોઈ રહ્યા હતા. થોડા વાર પછી ગીતનું શૂટિંગ ફરીથી શરૂ થયુ. તનુશ્રીએ શૂટિંગ ફરીથી શરૂ કર્યુ અને થોડા શોટ્સ પછી નાના પાટેકરે પણ જોઈન કર્યુ. થોડી વાર પછી, તનુશ્રી સેટ છોડીને જતી રહી. શૂટિંગ પાછુ રોકાઈ ગયુ.'

નાના પાટેકરે કહ્યુ, ‘મારી દીકરી જેવી છે'
જેનિસે આગળ લખ્યુ, ‘તનુશ્રીએ પોતાને એક વેનિટી વેનમાં બંધ કરી લીધી અને બહાર આવવાનો ઈનકાર કરી દીધો. પછી ખબર નહિ ક્યાંકથી ત્યાં ગુંડાઓ આવી ગયા અને તનુશ્રીની વેનનો દરવાજો પછાડવા લાગ્યા. મને કોઈકે કહ્યુ કે પ્રોડ્યુસર્સે તેમને બોલાવ્યા છે. ત્યારબાદ પોલિસ આવી.' આ દરમિયાન હું નાના પાટેકરને મળી, તેમણે બસ આટલુ જ કહ્યુ, ‘મારી દીકરી જેવી છે', જેનો એ સમયે કોઈ મતલબ નહોતો બનતો. જેનિસે જણાવ્યુ કે ત્યારબાદ તનુશ્રીના માતાપિતા તેને લેવા આવ્યા.

‘અડધી રાતે રડતા રડતા સંભળાવી હતી તનુશ્રીએ પોતાની આપવીતી'
તેની કાર પર હુમલો કરવામાં આવ્યો અને વિંડશીલ્ડ તોડી દેવામાં આવી. મે ઘટના વિશે જાણવા માટે તનુશ્રી સાથે વાત કરવા ઈચ્છી. લગભગ અડધી રાતે તેણે મને પોતાના ઘરે બોલાવી. રડતા રડતા તનુશ્રીએ મને આખી ઘટના વર્ણવી. તનુશ્રીએ મને જણાવ્યુ કે, ‘ત્રણ દિવસના રિહર્સલ બાદ, ગણેશ આચાર્યએ શૂટવાળા દિવસે સ્ટેપ્સ બદલી દીધા. નાના પાટેકર ક્યારેય આ કોરિયોગ્રાફીનો હિસ્સો નહોતા પરંતુ તેમની સાથે ડાંસ કરવા માટે પાટેકરે પ્રોડ્યુસર્સ પર દબાણ કર્યુ. પાટેકરના કહેવાથી એક ઘટિયા ડાંસ સ્ટેપ નાખવામાં આવ્યુ જેથી તે તનુશ્રીને ખોટી રીતે ટચ કરી શકે.'

જેનિસે કહ્યુ, ‘સાચુ નથી તો સેમ કેવી રીતે છે બંને વાતો?'
જેનિસે લખ્યુ કે ત્યારે તનુશ્રીને ગુસ્સો આવી ગયો અને તે સેટ છોડીને જતી રહી. તનુશ્રીએ સેટ તો છોડી દીધો પરંતુ તેને એ વાતનો અંદાજ નહોતો કે બાદમાં તેને પ્રોડ્યુસર્સના ગુસ્સાનો શિકાર થવુ પડશે. જેનિસે ટ્વિટમાં જણાવ્યુ કે તેણે તનુશ્રીને જે 10 વર્ષ પહેલા જે વાત કહી હતી અને અભિનેત્રીએ જે અત્યારે કહ્યુ છે તે એકદમ સેમ છે. તેણે કહ્યુ કે જો વ્યક્તિ સાચુ ના બોલતો હોય તો તેની કહેલી વાત વર્ષો સુધી સેમ કેવી રીતે રહી શકે? જેનિસે લખ્યુ કે તનુશ્રીએ ત્યારે પણ પોતાની વાત કહી હતી પરંતુ નાના પાટેકરે ત્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેને અનપ્રોફેશનલ ગણાવી હતી.

હંમેશાની જેમ બોલિવુડે જાળવ્યુ મૌન
જેનિસે લખ્યુ કે કદાચ આવુ પહેલી છે જ્યારે કોઈ અભિનેત્રીએ આરોપી સામે બોલ્યુ હોય અને તેનો અવાજ શક્તિશાળી લોકો દ્વારા દબાવવામાં આવી રહ્યો છે. ‘હવે તેણે ફરીથી પોતાનો અવાજ ઉઠાવ્યો છે, શું આપણે ના સાંભળવો જોઈએ? જ્યાં એક તરફ આખુ સોશિયલ મીડિયા તનુશ્રી દત્તા સાથે ઉભુ છે ત્યાં બોલિવુડ આ મામલે મૌન ધારણ કરીને બેઠુ છે. હાલમાં જ જ્યારે બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને આ મામલે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે ના તો તે નાના પાટેકર છે અને ના તો તનુશ્રી દત્તા, તો તેમને આ સવાલ કેમ પૂછવામાં આવી રહ્યો છે.'












Click it and Unblock the Notifications
