અહીંથી ચોરી કરી છે ગુલાબો સિતાબોની કહાની, લેખિકા જૂહી ચતુર્વેદીએ આપી સફાઈ
ગુલાબો સિતાબોની કહાની ચોરી કરી હોવાના આરોપો પર હવે લેખિકા જૂહી ચતુર્વેદીએ સફાઈ આપી છે.
લેખક રાજીવ અગ્રવાલના દીકરા અકીરાએ જૂહી ચતુર્વેદી પર આરોપ લગાવ્યો કે ગુલાબો સિતાબોની લેખક જૂહીએ તેના પિતાની કહાની ચોરી કરીને આયુષ્માન ખુરાના-અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મ લખી છે. હવે જૂહીએ પોતાની સફાઈમાં નિવેદન જારી કરીને આ બધા આરોપોને પાયાવિહોણા ગણાવી દીધા છે. જૂહી ચતુર્વેદીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે આ ફિલ્મ તેની ઓરિજનલ કહાની છે અને તેની મહેનતનુ કામ છે. તેના પર લગાવેલા આરોપ નકલી છે.

12 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે
જૂહી ચતુર્વેદીએ આ ફિલ્મની કહાની, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્ઝ લખ્યા છે જેને શૂજિત સરકારે ડાયરેક્ટ કર્યા છે અને અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર આ ફિલ્મને રાઈઝિંગ સન ફિલ્મ્સે પ્રોડ્યુસ કર્યા છે. આ ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ રહી છે. જે પહેલા જ ફિલ્મ પર આ બધા આરોપ લાગી ચૂક્યા છે. જો કે આનાથી દર્શકોના ઉત્સાહમાં કોઈ કમી નથી આવી.

લાગ્યા સંગીન આરોપ
જૂહી ચતુર્વેદી પર અકીરાએ આરોપ લગાવ્યો કે તેના પિતા રાજીવ અગ્રવાલે સિનેસ્તાન સ્ક્રિપ્ટ કૉન્ટેસ્ટમાં પોતાની કહાની જમા કરી હતી. આ કૉન્ટેસ્ટ સ્ક્રીનરાઈટર એસોસિએશન તરફથી કરવામાં આવી હતી. આ કૉમ્પિટીશનની એક જજ જૂહી ચતુર્વેદી હતી.

પહેલી વાર સંભળાવી હતી કહાની
જૂહીનુ કહેવુ છે કે તેણે 2017માં એક વૃદ્ધ વ્યક્તિની કહાની, બચ્ચન સાહેબ સાથે શેર કરી હતી અને તેમણે જૂહીને આ કહાન ડેવલપ કરવા કહ્યુ હતુ. જૂહીએ આ વિશ્ વાત કરતા કહ્યુ કે મારી કહાની પૂરી સાચી છે અને મને પોતાના વિવેક પર પૂરી પકડ છે. સાથે જ હું સાચા અને ખોટા વચ્ચે ફરક કરવાનુ જાણુ છે. ગુલાબો સિતાબો મારુ ઓરિજનલ કામ છે અને મને મારા કામ પર ગર્વ છે. જૂહીએ જણાવ્યુ કે તેણે પોતાનો આઈડિયા શૂજિત સરકાર અને અમિતાભ બચ્ચન સાથે 2017માં શેર કર્યો હતો. ત્યારબાદ તેણે આ કૉન્સેપ્ટ નોટ મે 2018માં રજિસ્ટર કરાવી લીધો.

એસોસિઅશને કરી પુષ્ટિ
જૂહીનુ કહેવુ છે કે જે સ્ક્રિપ્ટની વાત અકીરાના વકીલ કરી રહ્યા છે તે તેના હાથે ક્યારેય લાગી જ નથી. તેની આ વાતની પુષ્ટિ સ્ક્રીનરાઈટર્સ એસોસિએશને પણ કરી છે. તેણે પ્રેસ અને જનતાને વિનંતી કરીને કહ્યુ કે તેની છબી ખરાબ કરવાનુ બંધ કરી દો.અકીરાના વકીલે કહ્યુ કે રાજીવ અગ્રવાલની સ્ક્રીપ્ટ 16 મોહનદાસ લેન સિનેસ્તાનની કૉમ્પીટીશનમાં જમા કરવામાં આવી હતી. આ હરિફાઈના ત્રણ જજ હતા - આમિર ખાન, રાજકુમાર હિરાણી અને જૂહી ચતુર્વેદી. હવે સિનેસ્તાનના ચેરમેન અંજુમ રાજાબાલીનુ પણ કહેવુ છે કે જૂહી પાસે આ સ્ક્રિપ્ટ નહોતી.

20 સ્ક્રિપ્ટ ફાઈનલ કરી
રાજાબાલીનુ કહેવુ હતુ કે કૉન્ટેસ્ટ ત્રણ સ્ટેજમાં વહેંચાઈ હતી. પહેલા સ્ટેજમાં અમુક સ્ક્રિપ્ટ ફાઈનલ કરવામાં આવી હતી જેમાં 16 મોહનદાસ લેન શામેલ હતી પરંતુ ટૉપ 20 સ્ક્રિપ્ટ જ્યૂરી પાસે નહોતી પહોંચી. રાજાબાલીએ સ્પષ્ટ કર્યુ કે જૂહી પાસે માત્ર ટૉપની 8 સ્ક્રિપ્ટ પહોંચી હતી જેમાંથી તેણે એક વિજેતાને ઘોષિત કરવાના હતા. રાઈઝિંગ સન ફિલ્મ્સના પ્રોડ્યુસર રૉની લાહિડીનુ પણ કહેવુ છે કે આ બસ જૂહીની ઈમેજને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. રૉનીનુ કહેવુ છે કે અત્યારે અમે પોતાની ફિલ્મ અમેઝોન પર રિલીઝ કરવાનો ખૂબ જ રિસ્કી નિર્ણય લીધો છે. અત્યારે અમારી ફિલ્મ વિશે નેગેટીવ વાતો કરીને લોકોનુ ધ્યાન ભટકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જૂહીને શૂજિત સરકાર માટે વિકી ડોનર, ઓક્ટોબર અને પીકૂમાં કામ કર્યુ છે. આ બધી ફિલ્મો માટે તેને ઢગલો પુરસ્કાર મળી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
