ગુલાબ ગૅંગમાં વ્યસ્ત જુહી ચાવલા બાળકો અંગે ચિંતિત

મુંબઈ, 12 માર્ચ : બૉલીવુડના બહેતરીન અભિનેત્રી ગણાતાં જુહી ચાવલાને લાગે છે કે તેઓ પોતાના બાળકો ઉપર પુરતું ધ્યાન નથી આપી શકતાં. જુહી ચાવલાએ આ વાત તાજેતરમાં કૅલોગ્સ એડના શૂટિંગ દરમિયાન જણાવી.

juhi

કૅલોગ્સ એડ દરમિયાન જુહી ચાવડા મીડિયાને મળ્યાં અને મીડિયાએ જ્યારે બાળકો અંગે પુછ્યું, તો જુહીએ પોતાની પુત્રીના વખાણ કર્યાં, પરંતુ પુત્ર અર્જુન અંગે ફરિયાદ કરી કે તે ખાવા અંગે ખૂબ હેરાન કરે છે. તેને દર રોજ નવી-નવીવસ્તુઓ જોઇતી હોય છે, જ્યારે પુત્રી જાહ્નવી માત્ર સામાન્ય દાળ-ભાત અને સબ્જી-રોટલીમાં ખુશ રહે છે. જુહી ચાવલાએ એમ પણ જણાવ્યું કે તેઓ પુરતું ધ્યાન રાખે છે કે તેઓ ટેસ્ટી ભોજન સાથે હૈલ્થી ભોજન પણ બનાવે.

જુહી ચાવલા આજકાલ માધુરી દીક્ષિત સાથે અનુભવ સિન્હાની ફિલ્મ ગુલાબ ગૅંગના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ ઝડપથી ચાલે છે. દરમિયાન જુહીએ કૅલોગ્સની એડનું શૂટિંગ કર્યું છે અને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે પુત્રી જાહ્નવી ખૂબ સાધારણ છે. તેને દાળ-રોટલી-સબ્જી પસંદ છે, પરંતુ અર્જુન ખૂબ હેરાન કરે છે, કારણ કે તે નવી-નવી વસ્તુઓની ફરમાઇશ કરે છે. ખાવાની બાબતમાં બંને એક-બીજાથી જુદાં છે. જુહી કહે છે - હું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રસોઈમાં સંતુલન જાળવી રાખવાની પુરતી કોશિશ કરૂ છું.

નોંધનીય છે કે જુહી ચાવલા હાલ માધુરી દીક્ષિત સાથે ગુલાબ ગૅંગ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. માધુરી અને જુહી બંને લાંબા વખત બાદ મોટા પડદે કમબૅક કરી રહ્યાં છે. માધુરીની છેલ્લી ફિલ્મ આજા નચ લે હતી, તો જુહી કુરકુરેની એડમાં દેખાતા હતાં. જોકે હવે તેમનું સ્થાન સોનાક્ષી સિન્હાએ લઈ લીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X