સૌમિકે બનાવ્યાં જુહી-માધુરીના સંબંધો સૌમ્ય
મુંબઈ, 4 મે : જુહી ચાવલા અને માધુરી દીક્ષિત. બંને પોતાના સુવર્ણકાળના સ્ટાર અભિનેત્રીઓ હતાં અને તે દરમિયાન તેઓ ક્યારેય એક સાથે કોઈ ફિલ્મમાં આવ્યા નહોતાં. જોકે બંને વચ્ચેના સંબંધોમાં ક્યારેય કડવાશ નહોતી, તો આ સંબંધો મૈત્રીપૂર્ણ પણ નહોતાં, પરંતુ સમય પસાર થતાં કદાચ બંનેનો અહમ ઓગળી ગયો અને હવે બંને પહેલી વાર એક સાથે ગુલાબ ગૅંગ ફિલ્મમાં આવી રહ્યાં છે.

પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જુહી ચાવલા અને માધુરી દીક્ષિત વચ્ચેની અહમની આ દીવાળ પાડી કોણે? કોણે બનાવ્યાં જુહી-માધુરી વચ્ચેના સંબંધોને સૌમ્ય. જવાબ છે સૌમિક સેન. જુહી-માધુરીને એક સાથે લાવવાનો શ્રેય ગુલાબ ગૅંગ ફિલ્મના દિગ્દર્શક સૌમિક સેનને ફાળે જાય છે. સૌમિકના પ્રયત્નોએ જ આવું સંભવી શક્યું.
તાજેતરમાં જ જુહી ચાવલાએ જણાવ્યુ હતું - ગુલાબ ગૅંગ ફિલ્મના દિગ્દર્શક સૌમિક સેને મને અને માધુરી દીક્ષિતને પોતાની ઑફિસે બોલાવ્યાં અને જણાવ્યું કે આપ બંને એક-બીજા સાથે કંઈક વાત કરો, કોઈ પણ વાત, કોઈ પણ વિષય ઉપર. જુહી ચાવલાએ જણાવ્યું કે આ મીટિંગ બાદ જ મારી અને માધુરી વચ્ચેની અહમની દીવાળ ધીમે-ધીમે પડી ભાંગી અને અમે બંને સારા મિત્રો બની ગયાં.
નોંધનીય છે કે 1984ના મિસ ઇન્ડિયા અને સુંદર અભિનેત્રીએ 90ના દાયકામાં મરાઠી વાળા માધુરી દીક્ષિતને જોરદાર ટક્કર આપી હતી. બૉલીવુડમાં માધુરીના નંબર વન સિંહાસનને ડોલાવનાર જુહી ચાવલાએ ક્યારેય માધુરી સાથે કોઈ પણ ફિલ્મમાં કામ કર્યુ નથી. જોકે બંને વચ્ચે ક્યારેય કોઈ ઝગડો નહોતો થયો, પણ છતાં ફિલ્મી પડદે બંનેની સરખામણી થતી હતી અને તેથી બંને વચ્ચે ક્યારેય મિત્રતા જોવાઈ નહોતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
