જુહી ચાવલાએ કર્યાં માધુરી દીક્ષિતના વખાણ
મુંબઈ, 2 મે : બૉલીવુડમાં સમય જ સૌથી બળવાન હોય છે. જ્યારે લોકોનો સિક્કો ચાલે છે, ત્યારે તેઓ એક-બીજા સાથે વાત પણ નથી કરતાં, પરંતુ જ્યારે સમય નિકળી જાય, લોકો ધરતીએ આવી વાત કરવા લાગે છે. કંઇક આવુંજ થઈ રહ્યું છે અભિનેત્રી જુહી ચાવલા સાથે. એટલે જ તો જુહી ચાવલાએ માધુરી દીક્ષિત અને તેમની એક્ટિંગના ભરપૂર વખાણ કર્યાં છે.

1984ના મિસ ઇન્ડિયા અને સુંદર અભિનેત્રીએ 90ના દાયકામાં મરાઠી વાળા માધુરી દીક્ષિતને જોરદાર ટક્કર આપી હતી. માધુરીના નંબર વન સિંહાસનને ડોલાવનાર જુહી ચાવલાએ ક્યારેય માધુરી સાથે કોઈ પણ ફિલ્મમાં કામ કર્યુ નથી. જોકે બંને વચ્ચે ક્યારેય કોઈ ઝગડો નહોતો થયો, પણ છતાં ફિલ્મી પડદે બંનેની સરખામણી થતી હતી અને તેથી બંને વચ્ચે ક્યારેય મિત્રતા જોવાઈ નહોતી.
પરંતુ આજે બંનેનો સમય વીતી ગયો છે. બંને કમબૅક કરી રહ્યાં છે. જુહી ચાવલા અને માધુરી દીક્ષિત પ્રથમ વાર ગુલાબ ગૅંગ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે અને જુહી માધુરી ઉપર ઓળઘોળ થઈ ગયાં છે. ફિલ્મમાં જુહીએ નેગેટિવ રોલ કર્યો છે, જ્યારે હીરોઇન માધુરી છે. ફિલ્મના દિગ્દર્શક અનુભવ સિન્હા છે.
જુહી ચાવલાએ માધુરી અંગે જણાવ્યું - તેઓ મારા સૌથી સારા સહયોગી છે. તેમની સાથે કામ કરતાં મજા આવી. કદાચ જુહી જાણતાં હશે કે હવે તેમની અને માધુરી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. એટલે એક્ટિંગમાં થોડુંક આઘુ-પાછુ થઈ પણ જાય, તો શો ફેર પડવાનો?
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
