Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : દસ વર્ષ બાદ ફરી હલચલ મચાવશે જૂલી, સિક્વલમાં સાક્ષી!

મુંબઈ, 17 એપ્રિલ : વર્ષ 2004માં બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવના હૉટનેસથી ભરપૂર ફિલ્મ જૂલી દસ વર્ષ બાદ ફરી પડદા ઉપર પોતાની હૉટનેસ અને બોલ્ડનેસનો કહેર વરસાવવા આવી રહી છે. જૂલીના દિગ્દર્શક દીપક શિવદાસાણી 2004માં આવેલી આ હિટ એન્ડ હૉટ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. જોકે જૂલી 2માં મુખ્ય પાત્ર તરીકે આ વખતે નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે અને તેનું નામ છે સાક્ષી ચૌધરી.

વર્ષ 2004માં આવેલી મૂળ ફિલ્મ જૂલીમાં બૉલીવુડના બિંદાસ્ત ગર્લ નેહા ધુપિયા હતાં અને તેમણે એક તવાયફનો રોલ કરી બૉક્સ ઑફિસે ધૂમ મચાવી દીધી હતી, પરંતુ જૂલીની સિક્વલ જૂલી 2માં દીપિક શિવદાસાણીએ નેહાને રિપીટ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જૂલી 2માં સાઉથ ઇન્ડિયન અભિનેત્રી સાક્ષી ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. સાક્ષી તેલુગુ ફિલ્મ પોટુગડુ માટે જાણીતા છે. આ ફિલ્મ 2013માં આવી હતી. એટલુ જ નહીં, જૂલી 2ની વાર્તા એક તવાયફની નહીં હોય, બલ્કે એક અભિનેત્રીની હોઈ શકે છે.

ચાલો તસવીરો વડે જૂલીના સંસ્મરણ વાગોળીએ અને મળીએ જૂલી 2નો નવો ચહેરો સાક્ષીને :

વિવાદિત પાત્ર

વિવાદિત પાત્ર

2004માં આવેલી જૂલી ફિલ્મમાં નેહા ધુપિયા હતાં અને તેમણે તવાયફ તરીકે એક વિવાદાસ્પદ પાત્ર ભજવ્યુ હતું.

સાક્ષીનો ખચકાટ

સાક્ષીનો ખચકાટ

એક સૂત્રે જણાવ્યું - જૂલીમાં નેહા ધુપિયાના વિવાદિત પાત્ર અંગે વિચારી સાક્ષી પહેલા તો ખચકાટ અનુભવતા હતાં, પરંતુ જ્યારે તેમણે પોતાના પાત્ર વિશે સાંભળ્યું, તો ફિલ્મમાં કામ કરવા માટે હા કહી નાંખી.

સુપરહિટ ફિલ્મ

સુપરહિટ ફિલ્મ

જૂલી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી અને નેહા ધુપિયાએ બૉક્સ ઑફિસે ધૂમ મચાવી હતી.

વાર્તા વાંચ્યા પછી સ્વીકારી

વાર્તા વાંચ્યા પછી સ્વીકારી

સાક્ષી પોતે કહે છે - હું ફિલ્મમાં કામ કરવા અંગે પહેલા ખચકાટ અનુભવી રહી હતી. જ્યારે મેં ફિલ્મની વાર્તા વાંચી, તો કામ કરવા માટે સંમત થઈ ગઈ.

પોસ્ટર પણ વિવાદિત

પોસ્ટર પણ વિવાદિત

જૂલી ફિલ્મના પોસ્ટર અંગે પણ વિવાદ સર્જાયો હતો.

હું ભાગ્યશાળી

હું ભાગ્યશાળી

સાક્ષીએ જણાવ્યું - જૂલી 2 એક અભિનય પ્રધાન ફિલ્મ છે. આ એક એવી ભૂમિકા છે કે જે કોઈ નવોદિત કલાકારને ભાગ્યે જ મળે છે.

હૉટનેસથી ભરપૂર

હૉટનેસથી ભરપૂર

જૂલી ફિલ્મ નેહા ધુપિયાની હૉટનેસથી ભરપૂર હતી.

સાક્ષી પણ બનશે હૉટ

સાક્ષી પણ બનશે હૉટ

એક સૂત્રના જણાવ્યા મુજબ ફિલ્મમાં સાક્ષીએ અનેક ઉત્તેજક દૃશ્યો પણ શૂટ કરવા પડશે.

સરખામણીની શક્યતા

સરખામણીની શક્યતા

જૂલીમાં નેહા ધુપિયાએ જે રીતે ફિલ્મને હિટ બનાવી હતી, તે જોતા જૂલી 2માં સાક્ષીની નેહા સાથે ચોક્કસ સરખામણી કરવામાં આવશે.

હેરાફેરી 3માં પણ સાક્ષી

હેરાફેરી 3માં પણ સાક્ષી

સાક્ષી ચૌધરી જૂલી 2 ઉપરાંત હેરાફેરી 3માં પણ કામ કરી રહ્યાં છે અને તેમણે વધુ ચાર ફિલ્મો માટે કરાર કર્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X