જૂનિયર મહેમૂદની મૃત્યુ પહેલા હતી આ અંતિમ ઈચ્છા, હું મરુ તો દુનિયા કહે...
Junior Mehmood Passed Away: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને કૉમેડિયન જુનિયર મેહમૂદના મૃત્યુના સમાચારે સામાન્ય લોકોથી લઈને બૉલિવૂડ સેલેબ્સ સુધી બધાને ચોંકાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ પેટના કેન્સરથી પીડિત હતા અને આ ગંભીર બીમારીના ચોથા સ્ટેજમાં હતા.
તેઓ છેલ્લા કેટલાક સમયથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ એક્ટર અને કૉમેડિયન જૉની લીવર તેમને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. અહેવાલ છે કે તેમણે ગુરુવારે રાત્રે એટલે કે 7મી ડિસેમ્બર 2023ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. જુનિયર મહેમૂદના મિત્ર સલામ કાઝીએ તેના મૃત્યુની પુષ્ટિ કરી છે.

જુનિયર મહેમૂદે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. કેન્સરને કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમનો ચહેરો પણ વિકૃત થઈ ગયો હતો. જુનિયર મેહમૂદે જૉની લીવરને તેમના બાળપણના મિત્ર સચિન પિલગાંવકર અને અભિનેતા જિતેન્દ્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છાને માન આપીને બંને કલાકારો તેમને મળવા ખાસ પહોંચ્યા હતા. જુનિયર મહેમૂદની હાલત જોઈને જિતેન્દ્ર પણ ભાવુક થઈ ગયા.
તમને જણાવી દઈએ કે હાલમાં જુનિયર મહેમૂદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ નબળા દેખાય છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અભિનેતાએ પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે જુનિયર મેહમૂદને પૂછવામાં આવ્યું કે તમે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તો ઉપરવાળાથી તમે શું ઈચ્છા રાખો છો? તેના જવાબમાં જુનિયર મહમૂદે કહ્યું- હું એક સીધો-સાદો જુનિયર માણસ છું. તમે આ જાણી જ લીધુ હશે. હું મરી જઉ તો દુનિયા કહે કે સારો માણસ હતો. જો ચાર લોકો આમ કહી દે તો તમે જીતી ગયા.
તમને જણાવી દઈએ કે 67 વર્ષીય જુનિયર મહેમૂદે વિવિધ ભાષાઓમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ બ્રહ્મચારી (1968), મેરા નામ જોકર (1970), પરવરિશ (1977) અને દો ઔર દો પાંચ (1980) જેવી ફિલ્મો માટે જાણીતા છે. જુનિયર મેહમૂદે ફિલ્મો ઉપરાંત ભારત અને વિદેશમાં ઘણા સ્ટેજ શો પણ કર્યા છે. જુનિયર મેહમૂદે બૉલિવૂડ એક્ટર જિતેન્દ્ર સાથે 'કારવાં' જેવી સુપરહિટ ફિલ્મ કરી હતી.












Click it and Unblock the Notifications
