માત્ર પાંચ દિવસ પછી કરીના બની જશે ખાન
મુંબઈ, 10 ઑક્ટોબર : હા જી મિત્રો. આપણી બેબો કરીના કપૂર માત્ર 5 દિવસ પછી કરીના ખાનમાં તબ્દીલ થઈ જશે. તે પણ કાયદેસર. પછી દુનિયાની કોઈ તાકાત કરીના-સૈફને અલગ નહીં પાડી શકે અને બંનેએ આખું જીવન સાથ પસાર કરવા માટે કોઈના સહારાની જરૂર નહિં પડે.

સમાચાર છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 5 સ્ટાર હોટેલમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. પટૌડી નવાબમાં ઘણી હલચલ છે. સૈફના માતા શર્મિલા ટાગોરની દેખરેખ હેઠળ પટૌડી પૅલેસમાં તમામ કામો થઈ રહ્યાં છે. બંને જ પરિવારોના ખાસ લોકો આ લગ્નમાં હાજરી આપશે. ખબર એ પણ છે કે 16મી ઑક્ટોબરે લગ્ન કર્યા બાદ સૈફ-કરીનાના લગ્નની પાર્ટી અપાશે. આ પાર્ટી 18મીએ યોજાશે. તેમાં બૉલીવુડ, રાજકારણ અને રમત-જગત ક્ષેત્રની જાણીતી હસ્તીઓ શામેલ થશે.
આ લગ્નમાં પટૌડી પરિવારના કેટલાંક સંબંધીઓ નથી આવી રહ્યાં. તેઓ સૈફના માતા શર્મિલાની કોઈ વાત અંગે નારાજ છે. આમ છતાં કપૂર અને ખાન પરિવાર પોતાની રીતે લગ્નની તૈયારીઓ કરી રહ્યાં છે. બંને જ ખાનદાનો લગ્ન અંગે મીડિયા સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા નથી માંગતા.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
