For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે કેલિફોર્નિયામાં પણ ઉઠ્યો અવાજ, Justice for Sushant Singh Rajput

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ હવે સાત સમુદ્ર પાર અમેરિકામાંં પણ ઉઠવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ હવે સાત સમુદ્ર પાર અમેરિકામાંં પણ ઉઠવા લાગી છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ફોટો શેર કર્યો છે અને આ ફોટો કેલિફોર્નિયામાં લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 14 જૂને સુશાંતનુ શબ તેમના મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મળ્યુ હતુ. હવે તેમના આ રહસ્યમયી મોતની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશન(સીબીઆઈ)ને સોંપી દેવામાં આવી છે અને સીબીઆઈએ આ કેસમાં એફઆઆઈઆર પણ નોંધી લીધી છે.

બહેને પોસ્ટ કર્યો ફોટો

બહેને પોસ્ટ કર્યો ફોટો

સુશાંતને બહેન શ્વેતા અમેરિકામાં રહે છે. તેણે એક ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. આમાં તેણે લખ્યુ છે, 'ભાઈનુ બિલબોર્ડ કેલિફોર્નિયામાં. આ 880 નૉર્થ પર છે, એકદમ ગ્રેટ મૉલ પાર્કવેની એક્ઝીટ બાદ. હવે આ આખી દુનિયામાં એક આંદોલન બની ચૂક્યુ છે.' બોર્ડ પર સુશાંત સિંહનો ફોટો છે અને તેના પર લખ્યુ છે #Justice For Sushant Singh Rajput.

સુશાંતની બહેન શ્વેતા ટ્વિટર પર છે એક્ટિવ

તેણે પીએમ મોદીને માંગ કરી હતી કે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. એક ઓગસ્ટે પણ શ્વેતાએ લખ્યુ હતુ, 'હું સુશાંતની બહેન છુ અને હું ત્વરિત આ કેસની તપાસનો અનુરોધ કરુ છુ. અમને ભારતની ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે અને કોઈ પણ કિંમતે અમે આની આશા રાખીએ છીએ.'

સીબીઆઈની તેજતર્રાર ટીમ તપાસમાં લાગી

સીબીઆઈની તેજતર્રાર ટીમ તપાસમાં લાગી

સીબીઆઈના અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે તપાસમાટે જે એસઆઈટ બનાવવામાં આવી છે તે માલ્યા અને ઓગસ્ટા વેસ્ટલેન્ડની તપાસ કરી રહી છે. એસઆઈટીની આગેવાની આઈપીએસ ઑફિસર અને સીબીઆઈ ડાયરેક્ટર મનોજ શશિધર કરશે. ડીઆઈજી ગગનદીપ ગંભીરઅને એસપી નૂપુર પ્રસાદ પણ આ ટીમનો હિસ્સો છે. ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશિધર એક કડક અને તેજતર્રાર ઑફિસર માનવામાં આવે છે.

રિયા ચક્રવર્તીએ ખરીદ્યો 84 લાખનો ફ્લેટ, ઈડીને કહ્યુ - બધુ મારા પૈસાથી ચૂકવ્યુ છે સુશાંતના નહિરિયા ચક્રવર્તીએ ખરીદ્યો 84 લાખનો ફ્લેટ, ઈડીને કહ્યુ - બધુ મારા પૈસાથી ચૂકવ્યુ છે સુશાંતના નહિ

English summary
Justice for Sushant Singh Rajput billboard in US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X