રઈસ VS કાબિલ: શાહરુખ ખાનને પાછળ છોડવાની પુરી તૈયારી....
રિતિક રોશનની આવનારી ફિલ્મ કાબિલ અને શાહરુખ ખાનની ફિલ્મ રઈસ ઘણી બધી પ્લાનિંગ કરવા છતાં પણ આખરે ક્લેશ થવા જઈ રહી છે. ખાલી ફિલ્મ જ નહીં પરંતુ બંનેના ટ્રેલર વચ્ચે પણ ગજબની રેસ લાગી ચુકી છે.

બંને ફિલ્મનું ટ્રેલર શિવાય અને એ દિલ હૈ મુશ્કિલ સાથે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સૂત્રોનું માન્યે તો રાકેશ રોશને જે પ્લાન બનાવ્યો છે કે જેનાથી કાબિલ વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકે.

રાકેશ રોશન જાણે છે કે દિવાળીમાં લોકો વધારે ને વધારે ફિલ્મો જુઓ છે. આ જોઈને રાકેશ રોશને થિયેટર માલિકોને જણાવ્યું કે દિવાળીથી 2 અઠવાડિયા સુધી શિવાય અને એ દિલ હૈ મુશ્કિલના શૉ શરૂ થતા પહેલા કાબિલનું ટ્રેલર બતાવવામાં આવે.

આનો અર્થ એ છે કે દર્શકો શિવાય ફિલ્મ જુએ કે પછી એ દિલ હૈ મુશ્કિલ પરંતુ તેમને કાબિલનું ટ્રેલર તો જોવું જ પડશે. જેનાથી કાબિલને ચોક્કસ ફાયદો થશે.













Click it and Unblock the Notifications
