For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોટોજેનિક છે હૃતિક અને દીપિકા : પ્રીતિ ઝાંગિયાણી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 જૂન : મોહબ્બતેં ફૅમ અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાણી કાશ તુમ હોતે ફિલ્મ દ્વારા બે વરસ બાદ મોટા પડદે કમબૅક કરી રહ્યાં છે, પરંતુ તેઓ પોતે કમબૅક અંગેની વાત સ્વીકારવા તૈયાર નથી. પ્રીતિ છેલ્લે 2011માં આવેલી પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ સહી ધંધે ગલત બંદે ફિલ્મમાં દેખાયા હતાં.

preetijhangiani

કાશ તુમ હોતે ફિલ્મના ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે પ્રીતિ ઝાંગિયાણીએ જણાવ્યું - હું નથી જાણતી કે કાશ તુમ હોતે મારી કમબૅક ફિલમ છે, પરંતુ તમામ લોકો તેને મારી કમબૅક ફિલ્મ કહી રહ્યાં છે. જોકે પ્રીતિએ જણાવ્યું કે હું લાંબા ગૅપ બાદ ફિલ્મ કરતાં ખુબ ઉત્સાહિત છું. તેમણે જણાવ્યું - મારા મત મુજબ હું લાંબા ગૅપ બાદ ફિલ્મમાં આવી રહી છું.

પ્રીતિ ઝાંગિયાણી કાશ તુમ હોતે ફિલ્મમાં ફૅશન ફોટોગ્રાફર તરીકેનો રોલ કરી રહ્યાં છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આપને કોને ક્લિક કરવું ગમે છે, પ્રીતિએ જણાવ્યું - હું બૉલીવુડ સુપરસ્ટાર હૃતિક રોશન અને અભિનેત્રી દીપિકા પાદુકોણેની તસવીરો લેવાનુંપસંદ કરીશ. હૃતિક રોશન અને દીપિકા પાદુકોણે બંને વેરી ફોટોજેનિક છે.

વિવેક ફિલ્મ પ્રોડક્શન નિર્મિત કાશ તુમ હોતે ફિલ્મમાં માર્શલ આર્ટ્સ ચૅમ્પિયન મુકેશ ભારતી પણ દેખાશે.

English summary
"Mohabbatein" fame actress Preeti Jhangiani returns to the big screen in "Kaash Tum Hote" after two years, but doesn't consider it her comeback movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X