અભિષેક કપૂર પણ પોકારી ઉઠ્યાં ‘કાઇ પો છે’

abhishek-sid-kapoor

મુંબઈ, 23 ફેબ્રુઆરી : કાઇ પો છે... હા જી. અભિષેક કપૂરની ફિલ્મ કાઇ પો છે જોયા બાદ લોકો તો ખુશીથી કાઇ પો છે પોકારી જ રહ્યાં છે, પણ અભિષેક કપૂર માટે પણ આ કાઇ પો છે ફિલ્મ ખૂબ લકી સાબિત થતી દેખાય છે.

મળતી માહિતી પ્રમાણે કાઇ પો છે ફિલ્મના દિગ્દર્શક અભિષેક કપૂરને તેમની ફિલ્મની સફળતાએ યૂટીવી મોશન પિક્ચર્સની આગામી ફિલ્મ પણ અપાવી દીધી છે. આ ડીલ ગઈકાલે જ સાઇન કરાઈ કે જ્યારે ચેતન ભગતની નવલકથા થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત ફિલ્મ કાઇ પો છે બૉક્સ ઑફિસે પોતાની સફળ ઓપનિંગ કરી રહી હતી. અભિષેકની ખુશીનો તો પાર નહોતો. એક તરફ ફિલ્મ હિટ થઈ અને બીજી બાજુ નવો કૉન્ટ્રૅક્ટ પણ મળી ગયો. એવામાં અભિષેક પણ મનોમન પોકારી ઉઠ્યાં હશો - કાઇ પો છે...

યૂટીવીના મૅનેજિંગ ડાઇરેક્ટર સિદ્ધાર્થ રૉય કપૂરે અભિષેક કપૂરની મહેનત અને તેમની યોગ્યતાના વખાણ કરતાં જણાવ્યું - કાઇ પો છે દ્વારા અભિષેકે કૉમર્શિયલ સફળતા તથા ક્રિટિકલ એનાલિસિસ બંનેને પોતાનું બનાવી લીધું છે. અમને ખુશી છે કે અમે અભિષેક સાથે જોડાઈ રહ્યાં છે અને આગામી ફિલ્મ સાથે બનાવી રહ્યાં છીએ. સાથે જ અમે ભવિષ્યમાં એક સાથે વધુ ફિલ્મો કરવાનું પણ વિચારીએ છીએ.

સિદ્ધાર્થ રૉય કપૂરે આગળ જણાવ્યું - અભિષેક કપૂરને ગૉડ તરફથી ફિલ્મમેકર થવાનો ટૅલેંટ મળ્યો છે. સૂત્રધાર તરીકે અભિષેકનો લક્ષ્ય સ્પષ્ટ રહે છે અને તેઓ ખૂબ જ ખૂબીપૂર્વક પોતાના દૃષ્ટિકોણને વાર્તામાં ઢાળી દે છે. અભિષેક યૂટીવી મોશન પિક્ચર્સ સાથે ફરી એક વાર જોડાવા ઘણાં ઉત્સાહિત છે. તેમણે મને કહ્યું કે તેમને ખૂબ ખુશી છે કે આ બૉન્ડ આગળ વધી ગયો. કાઇ પો છેને ખૂબ જ સંતોષજનક સફળતા મળી છે અને હું તેમજ યૂટીવી વધુ એક ડગલું આગળ વધી રહ્યાં છીએ.

કાઇ પો છે અભિષેક કપૂરની ત્રીજી ફિલ્મ છે. આ અગાઉ અભિષેક આર્યન તથા રૉક ઑન ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુક્યાં છે. ફિલ્મના કલાકારો સુશાંત સિંહ રાજપૂત, અમિત સાધ તથા રાજકુમાર યાદવે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ વડે સૌના દિલ જીતી લીધાં છે. ફિલ્મે શુક્રવારે પ્રથમ જ દિવસે 4.5 કરોડનો બિઝનેસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X