પ્રિવ્યૂ : લવ થઈ જશે કાઇ પો છે સાથે
મુંબઈ, 21 ફેબ્રુઆરી : ચેતન ભગતની જાણીતી નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત અભિષેક કપૂરની આવનાર ફિલ્મ કાઇ પો છે ખૂબ ચર્ચામાં છે. ત્રણ મિત્રો ઈશન ભટ્ટ, ઓમકાર શાસ્ત્રી અને ગોવિંદ પટેલની આસપાર ફરતી વાર્તા પર આધારિત ફિલ્મ કાઇ પો છેનો લોકોને આતુરતાપૂર્વક ઇંતેજાર છે.

આ અગાઉ રૉક ઑન, દિલ ચાહતા હૈ, થ્રી ઈડિયટ્સ અને ઝિંદગી ના મિલેગી દોબારા જેવી તમામ ફિલ્મો મિત્રોની મિત્રતા અને તેમના જીવન પર આધારિત હતી. આ ફિલ્મો લોકોને ખૂબ ગમી હતી અને બૉક્સ ઑફિસે આ ફિલ્મોએ સારીએવી કમાણી પણ કરી હતી. હવે અભિષેક કપૂર ફરી એક વાર આવા જ વિષયને બૉક્સ ઑફિસે વટાવવાની કોશિશમાં છે.
વાર્તા : કાઇ પો છે ફિલ્મ ત્રણ મિત્રોના જીવનની સફર પર આધારિત છે. પોતાના જીવનમાં આગળ વધતાં પોત-પોતાના કૅરિયર તરીકે ક્રિકેટ, ધર્મ અને બિઝનેસ સાથે જોડાયેલ નવા-નવા પાસાઓ શોધતાં આ ત્રણે મિત્રો ક્યાં પહોંચે છે, આ જ ફિલ્મની વાર્તા છે. ફિલ્મનો બ્રૅકડ્રૉપ ધર્મ અને પૉલિટિક્સ પર આધારિત છે. ફિલ્મની વાર્તા ગોવિંદ (રાજ કુમાર યાદવ) દ્વારા કરાયેલ ત્રણ ભૂલો ઉપર ફોકસ કરે છે. ફિલ્મની શરુઆત થાય છે ત્રણ ખૂબ જ ગાઢ મિત્રો ઈશાન (સુશાંત સિંહ રાજપૂત), ઓમી (અમિત સાધ) અને ગોવિંદ (રાજકુમાર જાદવ) સાથે. ત્રણે યંગ અને ખૂબ જ ટૅલેંટેડ મિત્રો છે. ત્રણે વર્ષ 2000માં કંઇક કરી બતાવવાનો ઉત્સાહ ધરાવે છે. તે વખતે ભારતની પરમાણુ ક્ષમતા વધતી જતી હતી. આ એક શ્રેષ્ઠ તક હતી અમદાવાદના ત્રણ યુવાનો માટે પોતાનો બિઝનેસ શરૂ કરવાની. ભારત એક એવો દેશ છ કે જ્યાં ક્રિકેટની પૂજા થાય છે. ત્રણે મિત્રો મળી એક ક્રિકેટ ટ્રેનિંગ એકેડેમી ખોલવાની યોજના બનાવે છે. તેના વડે તેઓ ભારતના ભાવિ સ્પોર્ટ સુપરસ્ટાર તૈયાર કરી શકે છે. પોતાના સપનાઓ પૂર્ણ કરવાની કોશિશમાં ત્રણે મિત્રો અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે અને આ જ મુશ્કેલીઓ સાથે ફિલ્મની વાર્તા આગળ ધપે છે.
કાઇ પો છે ફિલ્મ ચેતન ભગતની બેસ્ટસેલિંગ નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ લાઇફ પર આધારિત છે. કાઇ પો છેનો મતલબ તમામ ગુજરાતીઓ જાણે જ છે. આ શબ્દ ગુજરાતમાં પતંગોત્સવ એટલે કે ઉત્તરાયણ દરમિયાન પતંગ રસિયાઓ કરે છે. તેને વિજયના સિમ્બૉલ તરીકે ઓળખાય છે. ફિલ્મમાં ત્રણે મિત્રો એક-બીજાની સફળતા ઉપર કાઇ પો છેનો પોકાર કરી પોતાની ખુશી જાહેર કરે છે. ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર અને રૉની સ્ક્રૂવાલા છે તથા સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
